જુનાગઢ : મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજવંદન, નવા 5 લાખ ગેસ કનેકશન આપવાની જાહેરાત

જુનાગઢમાં રાજયકક્ષાનો ધ્વજવંદન સમારંભ, સીએમ વિજય રૂપાણીના હસ્તે કરાયું ધ્વજવંદન.

Update: 2021-08-15 09:17 GMT

નરસિંહ મહેતાની નગરી જુનાગઢમાં રાજયકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં નવા 5 લાખ ગેસ જોડાણો આપવા સહિત અનેક યોજનાઓની જાહેરાત કરી છે.

દેશના ૭૫માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જુનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ગરવા ગઢ ગિરનારની ભુમિ ઉપર વિજય રૂપાણીએ દરેક ભારતીયોના ગૌરવ સમાન તિરંગાને ફરકાવ્યો હતો. જુનાગઢના બિલખા રોડ પર આવેલાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન સમારંભનું આયોજન કરાયું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ મા ભારતીના સપુતોને વંદન કરવાનો દિવસ છે.

માતૃભુમિના ઋુણને ચુકતે કરવાનો દિવસ છે. આજથી સરકાર વતન પ્રેમ યોજના લાગુ કરવા જઇ રહી છે. વધુમાં તેમણે ગૃહિણીઓ માટે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં 5 લાખ કરતાં વધારે નવા ગેસ જોડાણો આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે પોલીસ વિભાગના બોડી ઓન કેમેરા પ્રોજેકટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. દેશભકિતના જામેલા માહોલ વચ્ચે જુનાગઢમાં 75મા સ્વાતંત્ર પર્વની રંગચંગે ઉજવણી કરવામાં આવી હતી અને જુનાગઢવાસીઓએ પોલીસ પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોને મન ભરીને માણ્યાં હતાં.

Tags:    

Similar News