ખેડા : રાજ્યમંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં હાથનોલી પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો...

છેવાડાના માનવીને તેના ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહયું છે.

Update: 2022-07-02 10:11 GMT

છેવાડાના માનવીને તેના ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહયું છે. જે અનુસંધાને ખેડા જિલ્લાના હાથનોલી પ્રાથમિક શાળા ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં સેવા સેતુ (આઠમો તબક્કો)નું આયોજન કરવામાં આવ્યું હતું.

હાથનોલી ગામના રહેવાસીઓએ સરકારી સેવાઓ અંગેની કામગીરીનો લાભ લીધો હતો. આ સેવાસેતુ કાર્યક્રમનો મુખ્યહેતુ જન સમસ્યાનું સ્થળ પર જ નિકાલ અને છેવાડાનો એક પણ લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ન રહે તે છે. સેવા સેવું કાર્યક્રમ અંતર્ગત ગુમાસ્તાધારાની નોંધણી, લગ્ન, જન્મ-મરણનું પ્રમાણપત્ર, NULM (નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન), પ્રોપર્ટી ટેક્સ વિભાગ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વગેરે યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓ સ્થળ પર આવી તેમની સમસ્યાનું નિકાલ સંતોષ પૂર્વક લઇ રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય નાનજી ઝાલા, જિ.પ.પુર્વ સભ્ય દોલતસિંહ ડાભી, મહેમદાવાદ તાલુકાના પાર્ટી સંગઠન પ્રમુખ અજબસિંહ ડાભી, મહેમદાવાદ તાલુકાના નાયબ મામતદાર, હાથનોલી સરપંચ, તલાટી, વિવિધ કર્મચારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા.

Tags:    

Similar News