કચ્છ : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કુકડસર ગામે 72મા વન મહોત્સવની ઉજવણી કરાય

કચ્છ જિલ્લાનો ૭૨મો વન મહોત્સવ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ અવસરે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૧૦ કરોડ અને ૧૦ લાખ વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.

Update: 2021-08-14 15:12 GMT

કચ્છ જિલ્લાનો ૭૨મો વન મહોત્સવ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ અવસરે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૧૦ કરોડ અને ૧૦ લાખ વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.

કોરોના મહામારીમાં લોકોને પ્રાણવાયુ (ઓક્સિજન)ની કિંમત સમજાય છે. પ્રદુષણના કારણે ઋતુચક્ર પણ ખોરવાયું છે. જેના કારણે કુદરતી આપદાઓનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી પ્રદૂષણને અટકાવવા માટે વૃક્ષારોપણ ખૂબ જ અનિવાર્ય બન્યું છે. "છોડમાં રણછોડ" વગેરે જેવા વિચારો પ્રકુતિ અને વૃક્ષોને ધર્મ સાથે જોડી તેનું સંવર્ધન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા પૂર્વજોએ આસોપાલવ, પીપળો, આંબો, લીમડો, તુલસી વગેરે જેવા વૃક્ષો અને છોડવા જે આપણી પ્રકૃતિ અને આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે, તેમને ધર્મમાં વ્રત-પૂજા વગેરે સાથે જોડી તેનું સવર્ધન કરવા પ્રયાસો કર્યા હતા, ત્યારે તેનું આજે પણ આપણે અનુસરણ કરી રહ્યા છીએ. આ પ્રસંગે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News