કચ્છ : અંજાર સ્થિત સચિદાનંદ સંપ્રદાયના રસિકજનોએ શ્રી રાધાકૃષ્ણ ભગવાનને ફૂલો અર્પણ હોળી પર્વની ઉજવણી કરી...

સચિદાનંદ મંદિર ખાતે સચિદાનંદ સંપ્રદાયના રસિકજનો દ્વારા શ્રી રાધાકૃષ્ણ ભગવાનને ફૂલો અર્પણ કરી હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Update: 2024-03-24 09:05 GMT

કચ્છ જિલ્લાના અંજાર સ્થિત સચિદાનંદ મંદિર ખાતે સચિદાનંદ સંપ્રદાયના રસિકજનો દ્વારા શ્રી રાધાકૃષ્ણ ભગવાનને ફૂલો અર્પણ કરી હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના ધાર્મિક પર્વ આસ્થા સાથે ઉજવાય તે હેતુથી કચ્છ જિલ્લાના અંજાર ખાતે સચિદાનંદ સંપ્રદાય દ્વારા સચિદાનંદ મંદિર ખાતે રસિકજનોએ શ્રી રાધાકૃષ્ણ ભગવાનને ફૂલો અર્પણ કર્યા હતા. જે રીતે વૃદાવન અને મથુરામાં હોળીનો મહિમા છે, તે મહિમા સચિદાનંદ સંપ્રદાયમાં પણ છે. વહેલી સવારથી જ રસિકજનોએ વિવિધ પ્રકારના ફૂલો સાથેની હોળીમાં ભાગ લીધો હતો. ઉપરાંત રાધેકૃષ્ણના નાદ સાથે હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ દરેક રસિકજનોએ ભગવાન શ્રી રાધેકૃષ્ણના અલૌકિક દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. ક્ચ્છ ઉપરાંત કોલકતા, દિલ્હી, મુંબઇ, અમદાવાદ, રાજકોટ, સુરતથી મોટી સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા.

Tags:    

Similar News