મધ્યપ્રદેશ : ટ્રકનું ટાયર ફાટતાં ત્રણ બસો સાથે ગોજારો અકસ્માત, 17નાં મોત, 40 ઇજાગ્રસ્ત

Update: 2023-02-25 06:02 GMT

મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટનામાં 17 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે મોડીરાત્રે સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખારા ગામ પાસે માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં 17 મુસાફરોના મોત થયા તો 40થી વધુ ઘાયલ થયા હતા. જેમાંથી 10ની હાલત અત્યંત નાજુક છે. વોગતો મુજબ મૃતકોમાંથી આઠનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બાકીના હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.

મધ્યપ્રદેશના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખારા ગામ પાસે ટ્રકનું ટાયર ફાટવાને કારણે અકસ્માત સર્જાયો હતો. ટ્રકે પાછળથી પાર્ક કરેલી ત્રણ બસોને ટક્કર મારી હતી. અત્યાર સુધીમાં નવ મૃતકોની ઓળખ થઈ શકી છે. આ બસો સતનામાં આયોજિત કોલ સમાજના મહાકુંભમાં હાજરી આપીને સીધી પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ શિવરાજ સિંહે પણ ભાગ લીધો હતો. નોંધનીય છે કે, સીએમ શિવરાજ સિધીમાં જ હોઇ માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ ઘટનાને લઈ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટના મોહનિયા ટનલથી થોડે દૂર રાત્રે 9 વાગે થઈ હતી. અહીં એક ઝડપભેર ટ્રકે ત્રણ બસને ટક્કર મારી હતી. બે બસ 10 ફૂટ ઉંડી ખીણમાં પડી હતી. તે જ સમયે હાઈવે પર જ એક બસ પલટી ગઈ હતી. ટ્રક સિમેન્ટથી ભરેલી હતી, ટક્કર બાદ પલટી ગઈ હતી. 

Tags:    

Similar News