મહેસાણા : વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનું સરાહનીય પગલું, જુઓ વિદ્યાર્થીઓ માટે શું કર્યું..!

કોરોના મહામારીમાં માતા કે, પિતા ગુમાવનાર 35 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Update: 2021-10-21 08:31 GMT

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. કોરોના મહામારીમાં માતા કે, પિતા ગુમાવનાર 35 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખામાં કોરોના સંક્રમણના કારણે માતા કે, પિતા ગુમાવનાર કુલ 35 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓની યુનિવર્સિટી દ્વારા રૂપિયા 19 લાખ જેટલી ફી માફ કરવામાં આવી છે, જ્યારે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે યુનિવર્સિટી દ્વારા 50 ટકા સુધીની ફી માફી પણ કરવામાં આવી છે, ત્યારે આવા 115 વિદ્યાર્થીઓને કુલ 30 લાખ રૂપિયા ફી માફી આપવામાં આવી છે. આમ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે કુલ 50 લાખ રૂપિયા ફી માફી આપવામાં આવી છે. આ સાથે જ કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે યુનિવર્સિટીના ચેરમેન દ્વારા આ સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે.

Tags:    

Similar News