રૂ.800 કરોડના કૌભાંડ મામલે વિપુલ ચૌધરીના મહેસાણા કોર્ટે 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે.

Update: 2022-09-16 11:34 GMT

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. 1 દિવસ અગાઉ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી અડધી રાત્રે ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે.

જ્યારે પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગણી કરી હતી. 23 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી હવે વિપુલ ચૌધરી પોલીસ રિમાન્ડ માં રહેશે જે દરમિયાન 800 કરોડના કૌભાંડ અંગે સઘન પૂછપરછ થશે.ગઈકાલે ACBએ 800 કરોડની ગેરરીતિની ફરિયાદ નોંધી વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી. દૂધસાગર ડેરીમાં ચેરમેન પદે હતા તે દરમિયાન ગેરરીતિ કરી હોવાનો ખુલાસો થયો છે. આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન વિપુલ ચૌધરીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તેમને જેલમાં નાંખી દેવાય છે. તો સરકારી વકીલે કહ્યું હતું કે કંપનીઓના બોગસ વ્યવહાર ચકાસવાના હોવાથી રિમાન્ડ પર લેવા જરુંરી છે. આજે કોર્ટ પરિસરની બહાર અબુઁદા સેનાના કાર્યકરો નો જમાવડો થયો હતો જેથી પોલીસે પાછલા દરવાજે થી વિપુલ ચૌધરીને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. વિપુલ ચૌધરી 2005માં દૂધસાગર ડેરીમાં ચેરમેન હતા ત્યારે 2005 થી 2016 સુધીના સમયગાળા દરમ્યાન આર્થિક ગેરરીતિ આચરી હતી, મહેસાણા ACB દ્વારા અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સરકારના નિયમનું ઉલ્લંઘન કરી વિપુલ ચૌધરીએ મિલ્ક કુલર ની ખરીદી કરી હતી. ટેન્ડર પ્રક્રિયા વગર 485 કરોડનું બાંધકામ કરાવ્યું હતું. દૂધસાગર ડેરીના ચેરમેન પદેથી હટાવાયા હતા પણ કાનૂની લડાઈ લડવા તે દૂધ સાગર ડેરીના ચોપડે ખર્ચ કર્યો હતો. તેમજ બારદાન ખરીદી કરી રૂ.13 લાખની ગેરરીતિ આચરી હતી. દૂધસાગર ડેરીના પ્રચાર માટે પણ કૌભાંડ કરી નાખ્યું હતું

Tags:    

Similar News