નવસારી : દીપડીના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ, યુવાનો હાથમાં લાકડા લઈ દીપડીને શોધવા નીકળ્યા..!

કાલિયાવાડી, કાછીયાવાડી, ભેંસત ખાડા વિસ્તારમાં રાત્રી દરમિયાન દીપડી બચ્ચા સાથે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Update: 2023-08-19 06:25 GMT

નવસારી શહેરના કાલિયાવાડી, કાછીયાવાડી, ભેંસત ખાડા વિસ્તારમાં રાત્રી દરમિયાન દીપડી બચ્ચા સાથે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

નવસારી જિલ્લામાં ફરી એકવાર ચાર પગનો આતંક જોવા મળ્યો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારી શહેરના કાલિયાવાડી, કાછીયાવાડી અને ભેંસત ખાડા વિસ્તારમાં ગત રાત્રી દરમિયાન દીપડીના આંટાફેરા જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તાર છોડી દીપડી તેના બચ્ચા સાથે શહેરી વિસ્તારમાં દેખા દેતા લોકોમાં ફફડાટ હતો. એટલું જ નહીં, ખૂંખાર દીપડીએ શ્વાન અને ડુક્કરનો પણ શિકાર કર્યો હતો, ત્યારે સ્થાનિક યુવાનો હાથમાં લાકડા લઈ દીપડીને શોધવા નીકળ્યા હતા. જોકે, રહેણાંક વિસ્તારમાં દીપડી જોવા મળતા લોકોના જીવ તાળવે ચોંટયા છે. તો બીજી તરફ, દીપડીના આંટાફેરાની જાણ થતાં જ નવસારી વન વિભાગ પણ હરકતમાં આવ્યું હતું.

Tags:    

Similar News