ગુજરાતના 42 હજાર જ્વેલર્સ-વેપારીને નોટિસ, નોટબંધી સમયના વ્યવહારને લઈ તપાસ

સુપ્રીમકોર્ટે રાજ્યના IT વિભાગની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને રાજ્યના ઇન્કમટેક્સ વિભાગે નોટબંધી સમયના વ્યવહારને લઈને ગુજરાતના 42 હજાર જ્વેલર્સ-વેપારીને નોટિસ ફટકારી

Update: 2022-07-29 05:35 GMT

સુપ્રીમકોર્ટે રાજ્યના IT વિભાગની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને રાજ્યના ઇન્કમટેક્સ વિભાગે નોટબંધી સમયના વ્યવહારને લઈને ગુજરાતના 42 હજાર જ્વેલર્સ-વેપારીને નોટિસ ફટકારી છે તે યથાવત રાખવા કહ્યું છે

રાજ્યમાં નોટબંધી સમયના વ્યવહાર ને લઈને જ્વેલર્સને IT વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી આને સુપ્રીમ કોર્ટમાં પડકારી આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે IT વિભાગની તરફેણમાં ચુકાદો આપતા કાર્યવાહી હાથ ધરાઇ છે. ગુજરાતના 42 હજાર જ્વેલર્સ-વેપારીઓને IT વિભાગ દ્વારા નોટિસ ફટકારાઇ છે. અગાઉ નોટિસ લઇને કરદાતાઓ હાઇકોર્ટ ગયા હતા. હાઇકોર્ટ કરદાતાઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાલમાં અમદાવાદમાં પણ 4500 જ્વેલર્સ-વેપારીને નોટિસ ફટકારવામાં આવી છે. આશિષ અગ્રવાલ સહિતના કરદાતાની સામે IT વિભાગે અપીલ કરી હતી. નોટિસનો જવાબ ન આપનારને 60% ટેક્સ અને 60% પેનલ્ટી લાગશે સુપ્રીમના ચુકાદા બાદ હવે આઇટી વિભાગ આ જ્વેલર્સ સામે કાર્યવાહી કરશે

Tags:    

Similar News