પંચમહાલ : યાત્રાધામ પાવાગઢ સ્થિત રોપ-વે સેવા શ્રદ્ધાળુઓ માટે 5 દિવસ રહેશે બંધ, જાણો કારણ..!

યાત્રાધામ પાવાગઢ સ્થિત રોપ-વે રહેશે બંધ, સતત 5 દિવસ સુધી રોપ-વેના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે

Update: 2022-07-14 08:48 GMT

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વેના મેન્ટેનન્સની કામગીરી માટે 5 દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવનાર છે.

પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ સ્થિત મહાકાળી મંદિરના નવનિર્માણ બાદ અહી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવી રહ્યા છે. હાલ ચોમાસાના કારણે કુદરતી સૌંદર્ય અને હિલ સ્ટેશન જેવો માહોલ બનતા શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. તો બીજી તરફ અહી આવતા શ્રદ્ધાળુઓ માટે રોપ-વેની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે, ત્યારે હાલ ચોમાસાની સિઝનમાં રોપ-વેના મેન્ટેનન્સની કામગીરી પણ કરવામાં આવનાર છે. તા. 18થી 22 જુલાઇ સુધી મેન્ટેનન્સની કામગીરીને લઈને પાવાગઢ રોપ-વે બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવતા ભક્તોને પગથિયાં ચઢવા પડશે. જોકે, તા. 23 જુલાઇ બાદ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓ માટે રોપ-વેની સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

Tags:    

Similar News