ફરી ફૂટ્યું પેપર ? ધોરણ 10નું પેપર પૂર્ણ થાય તેના 30 મિનિટ પહેલા જ સોશિયલ મીડિયા પર થયું ફરતું

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાની સતત વધી રહેલી ઘટનાઓ વચ્ચે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પેપર પૂર્ણ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Update: 2022-04-09 11:56 GMT

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાની સતત વધી રહેલી ઘટનાઓ વચ્ચે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પેપર પૂર્ણ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ધોરણ 10 બોર્ડની આજે હિન્દી દ્વિતીય ભાષા ની પરીક્ષા લેવાઇ છે. ત્યારે આ પેપર પુરુ થવાના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયા પર ફરતું થયું છે. હિન્દી દ્વિતીય ભાષાનું સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું હતું. પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનિટ પહેલા સોશિયલ મીડિયામાં પેપર ફરતું થયું છે ફેસબુક પર અપના અડ્ડા નામના પેજ પર આ પેપરના જવાબ ના ફોટા વાયરલ થયાં છે. વાયરલ પેપર મામલે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયો છે. આ પેપરમાં પુછાયેલ સવાલ જ હતાં કે નહીં તે અંગે શિક્ષણ સચિવ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

જો કે હજી સુધી સાબિત નથી થયું કે આજના પેપરના જ જવાબ લીક થયાં છે.તો બીજી બાજુ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવતા કહ્યું કે ગુજરાતમાં મહેનત કરતા વિદ્યાર્થીઓ સાથે રમત રમાઈ રહી છે,સરકારી ભરતીમાં તો ગેરરીતિ થાય છે પણ હવે તો ધોરણ 10 ના પેપરમાં પણ ગેરરીતિ થાય છે,શિક્ષણ મંત્રી નું રાજીનામું લેવું જોઈએ,પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં કેવી રીતે વાયરલ થયું?આમ ફરીવાર ગુજરાતની ભાજપ સરકાર પેપર ફૂટવાના મુદ્દે ઘેરાઈ છે.

Tags:    

Similar News