PM મોદી આવશે ગુજરાત પ્રવાસે, જાણો 2 દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ

PM મોદી આગામી તારીખ 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે.PM મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

Update: 2022-09-24 07:35 GMT

PM મોદી આગામી તારીખ 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે.PM મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 29 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરમાં રોડ શો કરશે અને સભાઓ સંબોધશે.29મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. 29 મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે.PM મોદી 29 સપ્ટેમ્બરના રોજ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.

જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને PM મોદી કાલુપુર રેલવે સ્ટેશન જશે. વડાપ્રધાન મોદી કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવી. કાલુપુર થી થલતેજ અને ગ્યાસપુર થી મોટેરા રુટની પીએમ મોદી શરૂઆત કરાવશે. અમદાવાદમાં એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધશે. વડાપ્રધાન મોદી અમદાવાદ થી રાજભવન આવશે. 30મીએ અંબાજી મંદિરે દર્શન કરી નવી રેલવે લાઈનનું પણ વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે. અંબાજી મંદીરે દર્શન કરીને પીએમ મોદી ગબ્બર ખાતે પણ દર્શન કરવા જશે.

PM નરેન્દ્ર મોદીનો આ રહેશે કાર્યક્રમ

  1. 29 સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર
  2. 29 સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન
  3. 29 તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે
  4. 29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામા આપશે હાજરી
  5. PM મોદી 29 સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
  6. 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
  7. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે PM
  8. કાલુપૂર થી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
  9. કાલુપુર થી થલતેજ અને ગ્યાસપુર થી મોટેરા રુટની શરૂઆત કરાવશે
  10. અમદાવાદમાં એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધશે PM
  11. અમદાવાદ થી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
  12. 30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલવે લાઇન નું ખાતમુહૂર્ત કરશે
  13. અંબાજી મંદીરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે PM મોદી
Tags:    

Similar News