ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના,વાંચો ક્યાં ક્યાં વરસી શકે છે પવન સાથે વરસાદ

વાદળ છાયા વાતાવરણએ ખેડૂતોની ચિંતા વધારી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસરના કારણે આગામી 4 દિવસ વાતાવરણ યથાવત રહેશે.

Update: 2021-11-17 10:18 GMT

રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળ છાયા વાતાવરણએ ખેડૂતોની ચિંતા વધારી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસરના કારણે આગામી 4 દિવસ વાતાવરણ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણ પલટા સાથે સામાન્ય વરસાદ થશે.સાથે પવનની ગતિ તેજ રહેશે.18 અને 19 નવેમ્બરનાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, સહિત અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. સુરત,તાપી,વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ ,આણંદ, દાહોદ,પંચમહાલ જિલ્લામાં 40 કિલોમીટર મીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાશે. વરસાદી માવઠાંની સંભાવનાને કારણે શિયાળુ પાકને નુક્શાન થઇ શકે છે. વરસાદી માહોલને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતો હાલમાં પાકની સ્થિતિને લઇને ચિંતામાં છે.

Tags:    

Similar News