PSIની શારીરિક કસોટીનું પરીણામ જાહેર, અહી ક્લિક કરી જુઓ પરિણામ

શારીરિક કસોટી પૂર્ણ થતાં તેમાં પાસ થયેલા ઉમેદવારોની વિગત વેબસાઈટ પર મુકવામાં આવી છે

Update: 2022-01-15 10:04 GMT

રાજ્યના 15 કેન્દ્રો પર લેવાયેલી PSIની શારીરિક કસોટીનું આયોજન ગત 3 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. આ શારીરિક કસોટી પૂર્ણ થતાં તેમાં પાસ થયેલા ઉમેદવારોની વિગત વેબસાઈટ પર મુકવામાં આવી છે.IPS હસમુખ પટેલે આ માહિતી ટ્વિટર પર ટ્વિટ કરીને આપી છે.

યાદી ચેક કરવા માટે ક્લિક કરો:-

વેબસાઈટ પર મુકવામાં આવેલ પરીણામ અંગે જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી 21 જાન્યુઆરી 2022 સુધીમાં પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-13, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર -382007 ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે. કોવીડ-19 ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં.

શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ પ્રિલિમીનરી પરિક્ષા લેવાની થાય છે. આ પ્રિલિમીનરી પરિક્ષા ફેબ્રુઆરી માસની 15 તારીખ પછીના કોઇપણ રવિવારે લેવાનું આયોજન કરવામાં આવી રહેલ છે. ચોકકસ તારીખ નકકી થયેથી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જે અંગે લાગતા-વળગતાઓએ નોંધ લેવી.

Tags:    

Similar News