રશિયા યૂક્રેન વોર : રશિયન સેના દ્વારા કરવામાં આવેલ રૉકેટ હુમલામાં યૂક્રેનીયન હૉટ એક્ટ્રેસ થયું નિધન

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનુ નામ નથી લઇ રહ્યું. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલુ આ યુદ્ધ એટલે સુધી પહોંચી ગયુ છે

Update: 2022-03-19 05:29 GMT

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનુ નામ નથી લઇ રહ્યું. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલુ આ યુદ્ધ એટલે સુધી પહોંચી ગયુ છે કે રશિયા અને યૂક્રેનના સૈનિકો સામ સામે આવ્યા બાદ હવે નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. યૂક્રેનમાં હજારો લોકો યુદ્ધમાં ગુવ ગુમાવી ચૂક્યા છે. હવે રિપોર્ટ છે કે, યૂક્રેનની એક એક્ટ્રેસ પણ આ હુમલાનો ભોગ બની છે.

યૂક્રેનીયન એક્ટ્રેસ Oksana Shvets રશિયન સેનાના હુમલામાં ઠાર મરાઇ છે. રિપોર્ટ છે કે 67 વર્ષીય થિએટર એક્ટ્રેસ Oksana Shvets નુ નિધન કીવ પર રશિયન સેના દ્વારા કરવામાં આવેલા રૉકેટ હુમલાના કારણે થયુ છે. Oksana Shvetsના નિધનની ખબર Young Theatre Communityએ આપી છે. અહીં Oksana એ લાંબા સમય સુધી કામ કર્યુ હતુ. થિએટર સાથે જોડાયેલી Oksana Shvets કીવમાં થયેલા રૉકેટ હુમલામાં મૃત્યુ પામી છે.

તેમને બતાવ્યુ કે, એક રહેણાંક વિસ્તારમાં બિલ્ડિંગ પર રશિયન સેનાના રૉકેટ હુમલામાં Oksana Shvetsનુ મોત થઇ ગયુ છે. આગળ તેમને કહ્યું કે, Oksanaને શ્રદ્ધાંજલિ આપી અને યુદ્ધ પર પોતાની નારાજગી પણ જાહેર કરી. તેમને કહ્યું કે, તેમની જમીન પર આવેલા દુશ્મનને કોઇ માફ નહીં કરે.

Oksana Shvets યૂક્રેનની એક હૉટ અને જાણીતી એક્ટ્રેસ હતી. તેના કામને યૂક્રેનમાં ખુબ પસંદ કરવામાં આવતુ હતુ. એટલુ જ નહીં તેને યૂક્રેનના સૌથી મોટા આર્ટિસ્ટિક સન્માન Honored Artist of Ukraineથી પણ સન્માનિત કરવામાં આવી ચૂકી હતી.

Tags:    

Similar News