સાબરકાંઠા : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે હિંમતનગરમાં “કમલમ્” કાર્યાલયનું ભૂમિપૂજન સંપન્ન

હિંમતનગર ખાતે ભાજપ "કમલમ્" કાર્યાલયનું ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-02-25 12:17 GMT

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપ "કમલમ્" કાર્યાલયનું ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

Full View

સાબરકાંઠાના હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના નવીન કાર્યાલય મોતીપુરા બાયપાસ રોડ ઉપર આવેલ જિલ્લા પંચાયત સામે "કમલમ્" કાર્યાલયના ભૂમિપૂજન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પૂજન વિધિ ભાજપ જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલ તથા તેમના ધર્મ પત્ની દ્વારા કરવામાં આવી હતી. આ નવીન કાર્યાલય સંપૂર્ણ આધુનિક તથા પાર્કિંગની સુવિધાઓ સાથે નવરંગ રૂપમાં તૈયાર થનાર છે. તો બીજી તરફ, સરકીટ હાઉસ ખાતે બેઠક યોજાય હતી. જેમા સાસંદ દિપસિંહ, રેખા ચૌધરી, જે.ડી.પટેલ, વિજય પંડ્યા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તાજેતરમાં જ બહાર પડેલ બજેટ વિશે વિસ્તૃત ચર્ચાઓ સાથે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું.

Tags:    

Similar News