સાબરકાંઠા : સાપાવાડા ગામે કૂવામાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

સાબરકાંઠા જીલ્લામાં ઈડર તાલુકાના સાપાવાડા ગામની સીમના કૂવામાંથી અજાણ્યા યુવક-યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.

Update: 2023-03-22 10:07 GMT

સાબરકાંઠા જીલ્લામાં ઈડર તાલુકાના સાપાવાડા ગામની સીમના કૂવામાંથી અજાણ્યા યુવક-યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બનાવના પગલે ઈડર પોલીસ, મામલતદાર સહિત ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Full View

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના ઈડર-હિંમતનગર હાઈવે પર સાપાવાડા ગામની સીમમાં પેટ્રોલપંપની પાછળના વિસ્તારમાંથી ગત મંગળવારે બપોરના સુમારે કૂવા પર ભાગીયા તરીકે કામ કરતો શખ્સ કૂવાની મોટર શરૂ કરવા જતાં અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી ભાગીયાએ કૂવામાં જોતાં કૂવાના પાણીમાં 2 મૃતદેહ તરતા જોવા મળતાં ખેતર માલિકને જાણ કરી હતી. કૂવામાં કોઈ અજાણ્યા યુવક અને યુવતીના મૃતદેહ હોવાની વાત વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. બનાવના પગલે ઈડર પોલીસ, ઈડર મામલતદાર, ટીડીઓ સરપંચ સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા અજાણ્યા યુવક-યુવતીના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, બન્ને મૃતદેહની સ્થિતિ જોતાં 2-3 દિવસ અગાઉ યુવક અને યુવતીએ કૂવામાં ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

Tags:    

Similar News