સાબરકાંઠા: રાવણનું પાત્ર ભજવનારા દિવંગત અરવિંદ ત્રિવેદીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા,પોલીસે તપાસ શરૂ કરી

બંગલામાં તસ્કરો ત્રાટક્યા અને લંકેશના ઘરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા સહિત 4.50 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા

Update: 2023-02-08 13:19 GMT

રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનારા દિવંગત અરવિંદ ત્રિવેદીના સાબરકાંઠાના ઇડરમાં આવેલ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.4.50 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનારા દિવંગત અરવિંદ ત્રિવેદીના ઇડરના સદાતપુરામાં આવેલ બંગલામાં તસ્કરો ત્રાટક્યા અને લંકેશના ઘરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા સહિત 4.50 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

Full View

શનિવારે સવારે સદાતપુરાના ચોકીદારે મુંબઈ રહેતા સ્વ. અરવિંદ ત્રિવેદીના પરિવારને જાણ કરતાં રવિવારે વહેલી સવારે અરવિંદ ત્રિવેદીની દીકરી કવિતા ઠાકર, એકતા દવેએ ચોરી અંગે પોલીસને જાણ કરી હતી. તપાસ કરતા સામે આવ્યું કે ચોરો ઘરના મંદિરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા, ચાંદીના છત્તર, રુદ્રાક્ષની માળા, પગના છડા, કમ્મર બંધ, કાંસાની થાળી વાટકી અને અંદરના રૂમમાં રાખેલી તિજોરીમાંથી પણ સોના-ચાંદીના ઘરેણા સાથે ડિજિટલ કેમેરા તથા અરવિંદ ત્રિવેદીને મળેલા ચાંદીના એવોર્ડ તેમજ રોકડ રકમ અંદાજે પંદર હજાર પણ ચોરી ગયા હતા.મકાનમાં ચોરી થયાની જાણ ઈડર પોલીસને થતા ઈડર પોલીસે ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ. સહિતની ટીમોએ તસ્કરોને શોધવા માટેની કામગીરી હાથ ધરી છે.

Tags:    

Similar News