સાબરકાંઠા: પ્રાંતિજમાં રખડતા ઢોરે બાઇક સવાર યુવાનને અડફેટે લેતા સારવાર અર્થે ખસેડાયો

જિલ્લાના પ્રાંતિના એપ્રોચરોડ ઉપર રાત્રીના સમયે બાઇક લઇને જઇ રહેલ ઉછાના યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા યુવાનને ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો.

Update: 2023-02-21 07:24 GMT

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિના એપ્રોચરોડ ઉપર રાત્રીના સમયે બાઇક લઇને જઇ રહેલ ઉછાના યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા યુવાનને ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો.

સાબરકાંઠાના પ્રાંતિજ એપ્રોચરોડ પર આવેલ માતુછાયા સોસાયટી સામે ગઇરાત્રીએ ૮|૩૦ કલાકે ઉછા ગામનો યુવાન ગૌતમ પટેલ કે જે બાઇક લઇને ઉછાથી પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન માતૃછાયા સોસાયટી સામે એકદમ રોડ ઉપર અચાનક રખડતી ગાય આવી જતા ગાયે યુવાનને અડફેટે લેતા યુવાન બાઇક સાથે રોડ ઉપર પટકાયો હતો તો રોડ ઉપર પટકાતા તેને માથાના ભાગે ઈજાઓ પહોચતા લોહીલુહાણ થયો હતો.અકસ્માતને લઈને આજુબાજુમા રહેતા તથા માતુછાયા સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને દોડી આવેલ લોકો માંથી ૧૦૮ને ફોન કરતા ૧૦૮ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો

Tags:    

Similar News