સાબરકાંઠા : 300 રૂપિયે કિલો વેચાતા પપૈયાંના ભાવ અચાનક જ 50 રૂપિયા થઈ ગયા,જુઓ શું છે કારણ

સાબરકાંઠા જિલ્લામાં પપૈયાના ભાવ એકાએક રૂ.૩૦૦ ઘટીને રૂ.૫૦ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકશાન થતાં આવક કરતાં ખર્ચ વધી જતાં ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે .

Update: 2022-01-25 06:55 GMT

સાબરકાંઠા જિલ્લામાં પપૈયાના ભાવ એકાએક રૂ.૩૦૦ ઘટીને રૂ.૫૦ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકશાન થતાં આવક કરતાં ખર્ચ વધી જતાં ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે .

સાબરકાંઠા જિલ્લામાં હવે છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો દેશી ચીલાચાલુ ખેતી છોડીને બાગાયતી પાક તરફ વળ્યા છે ત્યારે ચાલુ વર્ષે જિલ્લામાં બાગાયતી પાક એવા પપૈયાનું ૬૧૦ ઉપરાંત હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે પણ ફળ બજારમાં પપૈયાના ભાવ ઘટી જતા ખેડુતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ ગત માર્ચ-એપ્રિલ માસમા પપૈયાંનું વાવેતર કર્યું હતું જેમાં છ માસ બાદ પાક તૈયાર થતાં પ્રારંભમાં પપૈયાના વીસ કિલોના રૂ.૩૦૦ થી રૂ.૪૦૦ બજારભાવ મળતા હતા.હાલ ઠંડાગાર વાતાવરણને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં પપૈયાંની માગ ઘટી જવાથી હાલ પપૈયાના વીસ કિલોના માત્ર રૂ.૫૦ થી રૂ.૭૦ના ભાવ થઈ જતા ખેડુતોને આર્થિક રીતે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પાક પાછળ વિવિધ ખર્ચા સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડુતોએ કરેલ ખર્ચ સામે આવક ન મળતાં ખેડૂતોને આર્થિક રીતે ભારે ફટકો પડે છે. પપૈયા પાક્યા બાદ તેનો સંગ્રહ કરી શકાતો નથી. જેના કારણે ખેડૂતોએ બજારમાં જે ભાવ હોય તે ભાવે વેપારીઓને વેચી દેવાની ફરજ પડે છે.

Tags:    

Similar News