સાબરમતી પ્રદૂષણ કેસ : સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ ફેલાવતા એકમોની અરજી ફગાવી...

ગુજરાત હાઇકોર્ટ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડકાઈ દાખવતા અમદાવાદ કોર્પોરેશનને કનેક્શન કાપી નાખવાનો હુકમ કર્યો હતો.

Update: 2022-03-25 11:28 GMT

સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઇકોર્ટ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડકાઈ દાખવતા અમદાવાદ કોર્પોરેશનને કનેક્શન કાપી નાખવાનો હુકમ કર્યો હતો. જે બાદ આ એકમોએ ગુજરાત હાઇકોર્ટમાં એકમો ફરી શરૂ કરવા તથા સુએઝ લાઇનમાં પાણી છોડવાની પરવાનગી માંગી હતી. જે માંગને ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે ફગાવી દીધી હતી. જે બાદ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ઔદ્યોગિક એકમો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જે સંદર્ભે સુપ્રીમ કોર્ટે પણ ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી છે.

ગુજરાત હાઇકોર્ટમાં પણ સાબરમતી પ્રદુષણ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે, ત્યારે આ મામલે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખતા ઔદ્યોગિક એકમોની માંગને ફગાવી દીધી છે. પ્રદૂષણ ફેલાવવાની છૂટ આપી શકાય નહીં તેવું સુપ્રીમ કોર્ટનું અવલોકન કરતા આ અરજીને ફગાવી છે. જેથી ટેકસટાઇલ સહિતના એકમોને ફટકો પડયો છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ વૈભવી નાણાવટી ખંડપીઠે 99 પેજનો હુકમ કર્યો હતો.

સાબરમતી પ્રદૂષણ કેસ : સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ ફેલાવતા એકમોની અરજી ફગાવી...જેમાં અમદાવાદ કોર્પોરેશનની એકમોના કનેકશન કાપી નાંખવાની કામગીરીને પડકારી હતી અને ફરીથી પાણી છોડવા દેવાની મજુરી આપવામાં આવે, તેવી માંગ કરી હતી. જોકે, વિગત અને લંબાણપૂર્વક અમદાવાદ કોર્પોરેશન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ઔદ્યોગિક એકમોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી હતી.

Tags:    

Similar News