"જવાદ" પહેલાં કમોસમી "વરસાદ", તાપમાનનો પારો ગગડીને 20 ડીગ્રીએ

શિયાળાની ફુલગુલાબી ઠંડીની વચ્ચે અચાનક થયેલા માવઠાએ વાતાવરણને ઠંડુગાર બનાવી દીધું છે.

Update: 2021-12-01 08:48 GMT

શિયાળાની ફુલગુલાબી ઠંડીની વચ્ચે અચાનક થયેલા માવઠાએ વાતાવરણને ઠંડુગાર બનાવી દીધું છે. ભરૂચ અને અંકલેશ્વરમાં માવઠાના કારણે તાપમાનનો પારો ગગડીને 20 ડીગ્રીની નીચે ચાલ્યો ગયો છે....

બંગાળની ખાડીમાં શરૂ થતા પ્રેશરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડું આવવાની શક્યતા છે. સંભવિત વાવાઝોડાને જવાદ નામ આપવામાં આવ્યું છે. જવાદ વાવાઝોડા પહેલાં ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો રાજયના મોટાભાગના વિસ્તારોમાં બુધવારે સવારથી કમોસમી વરસાદ વરસી રહયો છે. બંગાળની ખાડીમાં શરૂ થયેલી આ હલચલને કારણે હવામાન વિભાગે આજથી ચાર દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં પણ કમોસમી વરસાદ વરસતાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. માવઠાના પગલે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું.

Tags:    

Similar News