ચોમાસાના નવા રાઉન્ડનો "પ્રારંભ" : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના..!

અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Update: 2022-08-09 08:35 GMT

સમગ્ર ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડનો પ્રારંભ થયો છે, ત્યારે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દરિયો પણ તોફાની બનવાની સંભાવના હોવાથી માછીમારોને સાવચેત રહેવા સૂચન કરાયું છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના અમદાવાદમાં તા. 9 અને 10 ઓગષ્ટના મેઘરાજા સમગ્ર શહેરને ધમરોળશે. તો બીજી તરફ ગાંધીનગર અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. આ ઉપરાંત તા. 10 અને 11 ઓગષ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. ગીર-સોમનાથ, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, કચ્છ, મહીસાગર, દાહોદ, વલસાડ, દમણ અને દાદરાનગર-હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 76 ટકા વરસાદ થયો છે. જોકે, આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને પણ દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

Tags:    

Similar News