સુરત : વેસુમાં રીકશાચાલકો હડતાળ પર ઉતર્યા, જાણો હડતાળ પાડવાનું કારણ

200થી વધારે રીકશાચાલકો હડતાળ પર ઉતર્યા, ખાનગી કંપની ઓલા સામે નોંધાવ્યો રીકશાચાલકોએ વિરોધ.

Update: 2021-06-23 12:54 GMT

ઓલા કંપનીના નેજા હેઠળ કામ કરતાં રીકશાચાલકો અચાનક હડતાળ પર ઉતરી ગયાં છે. કંપની તરફથી જયાં સુધી માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી રીકશાચાલકોએ આપી છે.

સુરતના વેસુ વિસ્તારમાં રીકશા ચલાવતાં રીકશાચાલકો હડતાળ પર ઉતરી ગયાં છે. આ વિસ્તારમાં આશરે 200 કરતાં વધારે રીકશાઓના પૈંડા થંભી ગયાં છે. આ રીકશા ડ્રાયવરો ઓલા કંપનીના નેજા હેઠળ રીકશાઓ ચલાવી રહયાં છે. ઓલા કંપની વધારે પૈસા કાપી લેતી હોવાનો તેમજ રીકશા ચાલકોને વેઇટીંગનો ચાર્જ ચુકવતી નહિ હોવાના આક્ષેપો કરવામાં આવી રહયાં છે.

આ ઉપરાંત ઇમરજન્સીના ભાડામાં પણ અન્યાય કરવામાં આવતો હોવાની ફરિયાદ રીકશાચાલકોએ કરી છે. જયાં સુધી કંપની તરફથી તેમની માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે.

Tags:    

Similar News