સુરત : કારમી ગરીબીનો હદયદ્રાવક કિસ્સો આવ્યો સામે, પતિના મૃતદેહ પાસે પત્ની 17 કલાક સુધી કરગરતી રહી

Update: 2021-07-14 11:36 GMT

સુરતમાં પતિના મૃતદેહને વતન ઝાંસી લઇ જવા માટે આર્થિક સગવડ નહિ હોવાથી પત્ની 17 કલાક સુધી મૃતદેહ પાસે બેસીને મદદ માંગતી રહી હતી. મૃતક દારૂનો નશો કરી સુઇ ગયા બાદ ઉઠયો જ ન હતો.

સુરત શહેરમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉન પાટિયા વિસ્તારની એક મહિલા પતિના મૃત્યુ બાદ વતન લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક સુધી મૃતદેહ પાસે બેસીને મદદની ગુહાર લગાવતી રહી હતી. કોઇ મદદ ન મળતાં તે પતિના મૃતદેહને લઇને બુધવારે સવારના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવી હતી. મહિલાની વ્યથા સાંભળી તબીબો પણ ચોંકી ઉઠયાં હતાં.

મનીષા ઠાકોરએ જણાવ્યું હતું કે તેઓ ઉન પાટિયાના મહેબૂબનગરમાં રહે છે. 13 વર્ષના લગ્ન જીવનમાં બે સંતાનની માતા છે. તેમનો પરિવાર મૂળ ઝાંસીના રહેવાસી છે. રણજિત સંચા ખાતામાં કામ કરતો હતો અને દારૂ પીવાનો આદી હતો. ગઈકાલે દારૂ પીધા બાદ બપોરના ભોજન લઈ સૂઈ ગયો હતો. આખી રાત તે મદદ માટે ગુહાર લગાવતી રહી હતી. સવારે પાડોશીઓએ 108ને ફોન કરતાં રણજીતના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પતિના મૃતદેહને ઝાંસી લઈ જવા માટે ઘણા રૂપિયા જોઈએ અને હું આર્થિક રીતે લાચાર છુ તેમ જણાવતાં મનીષા રડી પડી હતી.

Tags:    

Similar News