કરછ : ભુજમાં સ્થાનિકો પ્રદુષિત પાણી પીવા મજબૂર,જુઓ ન.પા. કેવું પાણી આપે છે

કરછના ભુજમાં નગર સેવા સદન દ્વારા અપાતું પાણી પ્રદુષિત આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે

Update: 2021-08-13 11:33 GMT

કરછના ભુજમાં નગર સેવા સદન દ્વારા અપાતું પાણી પ્રદુષિત આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે. નળમાંથી ફીણ વાળું દૂષિત પાણી આવતા લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે

ભુજ શહેરમાં પાણીની સમસ્યાનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે ત્યારે ફરી એકવખત સંજોગનગર,મુસ્તફા નગર સહિતના વિસ્તારમાં પાણી વિતરણનો મુદ્દો ઉઠ્યો છે આ વિસ્તારમાં શુદ્ધ જળની બદલે નગરપાલિકા દ્વારા ગટરનું દૂષિત પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.રહેણાક વિસ્તારમાં ગટર મિશ્રિત પાણી આપવામાં આવે છે ક્યારેક ફીણ વાળું પાણી પણ આવે છે.આ અંગે નગરપાલિકામાં રજૂઆતો કરાઈ છે પણ કોઈ ઉકેલ આવતો નથી ગટર મિશ્રિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે જેથી તાત્કાલિક સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે.

Tags:    

Similar News