રાજ્યના પોલીસ સ્ટેશનમાં 6 મહિનાના સીસીટીવી સાચવવા પડશે, હાઈકોર્ટે કર્યો આદેશ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસ સ્ટેશનમાં CCTV ફૂટેજ 6 મહિના સુધી સ્ટોર રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

Update: 2022-05-13 06:09 GMT

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસ સ્ટેશનમાં CCTV ફૂટેજ 6 મહિના સુધી સ્ટોર રાખવા આદેશ કરવામાં આવ્યો છે.આ આદેશ એટલા માટે કરવામાં આવ્યો છે કે પાલીતાણામાં એક યુવક- યુવતી લગ્ન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા યુવકને કસ્ટડીમાં લઇ લેતા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરાઇ હતી. પોલીસે યુવકને પોલીસ સ્ટેશનમાં ખૂબ માર માર્યો હોવાની પરિવાર દ્વારા રજૂઆત કરાઇ હતી. આ અંગે ફરિયાદ કરતા ગુજરાત હાઇકોર્ટ પોલીસ સ્ટેશનને CCTV ફૂટેજ રજૂ કરવા આદેશ કર્યો હતો.કોર્ટે હેબિયસ કોર્પસની અરજી પર પોલીસ સ્ટેશનોમાં CCTV ફુટેજ સાચવી રાખવા આદેશ કર્યો છે.

6 મહિના ઓડિયો-વીડિયો સાચવી રાખવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ પોલીસ સ્ટેશનમાં CCTV ફુટેજ રાખો. તમને જણાવી દઇએ કે, અગાઉ પણ HC પોલીસ સ્ટેશનના CCTV ચાલુ રાખવા આદેશ કર્યો હતો. જો કે, આ મામલે પોલીસે દલીલ કરી હતી કે, 30 દિવસના CCTV ફૂટેજ સાચવી રાખવામાં આવે છે. ત્યારે કોર્ટે એવી ટકોર કરી હતી કે, 6 મહિના સુધીના CCTV ફૂટેજ સાચવી રાખવા જોઇએ. હાઇકોર્ટ જિલ્લા પોલીસ વડાને પોલીસ સ્ટેશનમાં માર મારનાર અધિકારીને ઓળખીને રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ કર્યો છે. પાલીતાણામાં એક યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હોવા છતાં અલગ ધર્મના હોવાથી તેઓ ભાગી ગયા હતા. આથી તેઓએ મેરેજ રજીસ્ટ્રાર પાસે લગ્નની નોંધણી કરાવી હતી.30 દિવસ બાદ નોટિસ કાઢવામાં આવી તે પહેલાં જ પોલીસ યુવક-યુવતીને લઇને જતી રહી અને યુવકને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હોવાની પરિવાર દ્વારા રજૂઆત કરાઇ હતી.

Tags:    

Similar News