રાજ્યમાં આજે કોરોનાના 17 નવા કેસ નોધાયા, કુલ એક્ટિવ કેસની સંખ્યા 352 રહી

Update: 2022-03-19 15:43 GMT

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 358 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 06 લોકો વેન્ટીલેટર પર છે. 352 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212448 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત નથી થયું છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 2, વડોદરામાં 1, બનાસકાંઠામાં 2, ભરુચમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.

બીજી તરફ આજે 43 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.08 ટકાએ પહોંચ્યો છે. આજે 95,147 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.08 ટકા છે.

Tags:    

Similar News