નડિયાદ-ડાકોર રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે 3 યુવકોના મોત

નડિયાદમાં હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. નડિયાદમા ડાકોર રોડ પર અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા

Update: 2022-06-05 15:58 GMT

નડિયાદમાં હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. નડિયાદમા ડાકોર રોડ પર અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા ચાલક સહિત ત્રણ યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. રવિવારની સમી સાંજે નડિયાદમા ડાકોર રોડ પર આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ નજીક પસાર થઇ રહેલ મોટર સાયકલને અજાણ્યા કોઈ વાહને ટક્કર મારી ફરાર થયો છે.

મોટરસાયકલ ચાલક સહિત પાછળ બેઠેલ અન્ય બે યુવકો મળી કુલ ત્રણ યુવકો મોટરસાયકલ સાથે રોડ ઉપર પટકાયા હતા. જેના કારણે આ ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રોડ ઉપર લોહીના ખાબોચીયા ભરાયા હતા. ગંભીર ઇજાઓ થતા આ ત્રણે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

મૃતક યુવાનોના નામ:-

બારૈયા રણછોડભાઈ પુનમભાઈ (રહે.સણસોલી, તા.મહેમદાવાદ)

રાવળ રણજીતભાઈ રાજુભાઇ (રહે.સણસોલી, તા.મહેમદાવાદ)

પરમાર મીતુલભાઈ (રહે.ભાઈજીપુરા, ડભાણ, તા.નડિયાદ)

Full View


Tags:    

Similar News