વડોદરા: મહાનગર પાલિકા પર દુષિત પાણીની રજુઆત કરવા પહોંચેલા 52 વર્ષના પ્રૌઢનું ઢળી પડતા મોત

વડોદરા શહેરમાં દૂષિત પાણીના પ્રશ્ને રજુઆત કરવા ગયેલા રહીશો પૈકી 52 વર્ષના આધેડ અચાનક જ ઢળી પડયા હતા

Update: 2024-02-27 07:18 GMT

વડોદરા શહેરમાં દૂષિત પાણીના પ્રશ્ને રજુઆત કરવા ગયેલા રહીશો પૈકી 52 વર્ષના આધેડ અચાનક જ ઢળી પડયા હતા બાદમા તેઓને સારવાર અર્થે લઈ જવાયા હતા જો કે તેમનું મોત નિપજ્યું હતું

વડોદરા શહેરમાં દૂષિત પાણીની સમસ્યાની રજૂઆત કરવા આવેલા રહીશના પ્રાણની આહુતિ ચડી ગઈ હતી. વોર્ડ 6 વારસિયાની સુરુચિ પાર્ક સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી માગ સાથે સ્થાયી ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સભા પૂર્ણ થતાં જ સ્થાનિક કાઉન્સિલરોને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે રજૂઆત કરવા આવેલા 52 વર્ષના આધેડ ઢળી પડતાં હોસ્પિટલ લઈ જવાયા હતા. જેઓને મૃત જાહેર કરાયા હતા.52 વર્ષના શંકરભાઇ સતવાણી એકાએક ઢળી પડ્યા હતા. તેઓને સ્થળ પર સીપીઆર આપવા સાથે ડોક્ટરને બોલાવી ચકાસણી કરાઈ હતી. તેઓ બેશુદ્ધ થતાં ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. રહીશોએ પાણી મુદ્દે રજૂઆતો શરૂ કરી એ સમયે સભા પૂર્ણ થયા બાદ બહાર આવેલા હીરા કંજવાણી અને જયશ્રી સોલંકીને ઘેરી રજૂઆતો કરી હતી. સમસ્યાનું નિરાકરણ લાવવા અને વાતચીત કરવાને બદલે બંને કાઉન્સિલરોએ ચાલતી પકડી હતી.

Tags:    

Similar News