વડોદરા : એલ.સી.બી પોલીસે પોકેટ-કોપ મોબાઈલ વાહન સર્ચ તથા આરોપી સર્ચ એપ્લીકેશનની મદદથી એક બાઇક ચોરને ઝડપી પાડયો

Update: 2022-03-05 17:24 GMT

વડોદરા શહેરના હરણી પો.સ્ટે.ના વોન્ટેડ આરોપીએ વડોદરા શહેર તથા વડોદરા ગ્રામ્ય જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમા મોટર સાયકલ ચોરીના ગુન્હાઓ દાખલ થયેલ જે ચોરીની મોટર સાયકલો નંગ-૬ કી.રૂ. ૧,૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ-૫ ચોરીઓના ગુન્હાઓનો ભેદ ઉકેલી કાઢયો હતો.

પંચમહાલ જીલ્લા એલ.સી.બી. પોલીસ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. જાડેજા એલ.સી.બી. ગોંધરા નાઓને મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણ શોધાયેલા મિલ્કત સંબઘી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ હતી.જે સુચના અને માર્ગદર્શન મુજબ કે.પી.જાડેજા પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી, ગોઘરા નાઓને બાતમીદાથી માહિતી મળેલ કે હાલોલ તાલુકાના કંજરી ગામના કુંભારવાડા ફળીયામાં રહેતો મેલાભાઇ ઉદેસિંહ પરમાર નાનો તેના રહેણાંક ઘરમાં કેટલીક મોટર સાકલો કોઈક જગ્યાએથી ચોરી અગર તો છળકપટથી મેળવી લાવી તેના ઘરમા સંતાડી મુકી રાખેલ છે અને તે મોટર સાયકલોનું વેચાણ કરવા માટે ગ્રાહકની તપાસમા છે તેવી મળેલ બાતમી આધારે આઇ.એ. સિસોદીયા પોલીસ સબ ઈન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ હાલોલ કંજરી ગામે કુંભારવાડા ફળીયામા રહેતા મેલાભાઈ ઉદેસિંહ પરમારનાઓના ઘરે જઈ તપાસ કરતા ચોરીની બાઇકો મળી આવી હતી.બાઈક ચોરએ વડોદરા શહેરના હરણી પો.સ્ટે.ના વોન્ટેડ આરોપીએ વડોદરા શહેર તથા વડોદરા ગ્રામ્ય જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી બાઈક ચોરી કરી હતી.

હાલ તો જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા બાઈક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની પૂછપરછ હાથ ધરવા સાથે પાંચ જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી.

Tags:    

Similar News