વલસાડ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક નગરી વાપી ખાતે બેઠક યોજાય..

મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને છેવાડાના માનવીઓ સુધી સુપેરે પહોંચાડવાના સુદ્રઢ આયોજન કરવા ઉપર ભાર મુકયો

Update: 2021-10-30 10:45 GMT

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ઔદ્યોગિક નગરી એવા વલસાડ જિલ્લાના વાપી સ્થિત અનાવિલ બ્રાહ્મણ હોલ ખાતે જિલ્લાના જનપ્રતિનિધિઓ તથા પ્રશાસનિક અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જનપ્રતિનિધિઓ દ્વારા કરવામા આવેલી રજૂઆતોના ઝડપી ઉકેલની દિશામા મુખ્યમંત્રીએ માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.

આ પ્રસંગે ગુડ ગવર્નન્સ થકી પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ જણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, જિલ્લા તથા શહેરની રજુઆતો અને પ્રજાકીય જન સુખાકારીના પ્રશ્નોને અગ્રતા આપી ઝડપી ઉકેલની દિશામાં કાર્યવાહીની પ્રતિબદ્ધતા પણ વ્યકત કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને છેવાડાના માનવીઓ સુધી સુપેરે પહોંચાડવાના સુદ્રઢ આયોજન કરવા ઉપર ભાર મુકયો હતો. વલસાડ જિલ્લામાં સરકારની અનેકવિધ યોજનાઓની તલસ્પર્શી વિગતો મેળવી જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાના નિકાલ માટે અસરકારક યોજનાનુ આયોજન કરવાની હિમાયત કરી, પદાધિકારીઓ અને અધિકારીઓના સુચારુ સંકલન સાથે પ્રજાહિતના કાર્યોને પ્રાધાન્ય આપવાનો અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રેએ જિલ્લામાં કોવિડ-૧૯ સંદર્ભે સંભવિત ત્રીજી લહેર સામેના આયોજનની રૂપરેખા આપી જરૂરી ઓક્સીજન પ્લાન્ટ અને બેડની વ્યવસ્થા સહીત, સી.એમ.ડેસ્ક બોર્ડ, મનરેગા, આઈ.ખેડૂત પોર્ટલ, પશુપાલનની યોજનાઓ, પ્રધાનમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના, ઉપરાંત જિલ્લામા કાયદો વ્યવસ્થા સહીત જિલ્લાની સમગ્રતયા કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો.

Tags:    

Similar News