વલસાડ : જિલ્લામાં 246.84 લાખ રૂપિયાના વિકાસકામોનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ

મુખ્યામંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા. 7.5 કરોડના ચેકો અર્પણ કરવામાં આવ્યાં છે.

Update: 2021-08-08 13:01 GMT

વલસાડ જિલ્લાની વલસાડ, વાપી, પારડી, ધરમપુર અને ઉંમરગામ નગરપાલિકાને સ્વવર્ણિમ જયંતિ મુખ્યીમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા. 7.5 કરોડના ચેકો અર્પણ કરવામાં આવ્યાં છે. વલસાડ, વાપી અને ઉંમરગામ નગરપાલિકાના કુલ રૂા. 246.84 લાખના વિકાસલક્ષી કામોનું ઇ- ખાતમૂર્હુત કર્યુ છે.



વલસાડ જિલ્લાખમાં રાજયના સામાજીક ન્યા4ય અને અધિકારિતા મંત્રી ઇશ્વર પરમારના હસ્તેા શહેરી જનસુખાકારી દિવસ નિમિત્તે જિલ્લાઅની વલસાડ, વાપી, પારડી, ધરમપુર અને ઉંમરગામ નગરપાલિકાને સ્વિર્ણિમ મુખ્ય,મંત્રી શહેરી વિકાસ યોજના અન્વ યે મોરારજી દેસાઇ ઓડિટોરિયમ હોલ ખાતે કુલ રૂા. 7.50 કરોડના સહાયના ચેકો અને વલસાડ તથા ઉંમરગામ નગરપાલિકાને નગરના વિકાસ માટે વવિધ ગ્રાન્ટો હેઠળ અનુક્રમે રૂા. 149.89 લાખ અને 27 લાખ અને વાપી નગરપાલિકાને સોલાર પાવર પ્લા8ન્ટા માટે રૂા. 69.95 લાખના કામોનું ઇ- ખાતમૂર્હુત કરાયું હતું.

મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યુંર હતું કે, રાજયના મુખ્યંમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સરકારના અગત્યયના થયેલા કામોની રાજયની પ્રજાને જાણકારી મળે તે હેતુસર તા. 1 લી ઓગસ્ટ થીરાજયભરમાં યોજાઇ રહેલા કાર્યક્રમો અંતર્ગત આજના શહેરી જનસુખાકારી દિવસે'રાજયની 08 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓને મુખ્યસમંત્રી વિજય રૂપાણીએ મહાનગરો અને નગરોના વિકાસ માટે રૂા. 5,000 કરોડના કામોનું આજે ડીઝીટલી લોકાર્પણ અને ખાતમૂર્હુત કર્યુ હતું. રાજય સરકાર દ્વારા શહેરોને અદ્યતન બનાવવા માટે અને શહેરોના લોકોની સુખાકારી માટે પાકા રસ્તા્, પીવાનું શુધ્ધા પાણી, ડ્રેનેજ નેટવર્ક, ફાયર સેફટી, કોમ્યુંનિટી હોલ, ગાર્ડન અને તળાવોનું બ્યુ ટિફિકેશન કરાશે. શહેરોને પ્રદૂષણમુકત કરવા માટે ઇલેકટ્રિક વાહનોની ખરીદી માટે રાજય સરકાર સબસીડી આપશે.

Tags:    

Similar News