વલસાડ : ધરમપુરમાં રૂ. 43.55 કરોડના ખર્ચે નિર્મિત પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની વિશ્વમાં અલગ ઓળખ ઉભી કરી છે, જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા,

Update: 2022-10-09 11:56 GMT

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રૂ. 43.55 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની વિશ્વમાં અલગ ઓળખ ઉભી કરી છે, જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા,ત્યારે તેમણે ગુજરાતનું ફાઉન્ડેશન મજબૂત રીતે ઉભુ કર્યુ હતું. તેમણે ગુજરાતના યુવા-યુવતીઓના શિક્ષણ માટે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરી છે. ખાલી વાતો નહીં, વ્યથા નહીં પણ આદિવાસી સમાજ માટે વ્યવસ્થા ઉભી કરવી એ અમારી જવાબદારી છે. આજે લોકાર્પણ થયેલા પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં ભવિષ્યના ઉદ્યોગોને ધ્યાનમાં રાખી ટ્રેડ નક્કી કર્યા છે. એટલે તાલીમ પૂર્ણ થાયને તુરંત જ નજીકના વિસ્તારમાં નોકરી પણ મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એવુ ધરમપુરમાં નાસિક બાયપાસ રોડ પર સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં રૂ. 43.55 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે રાજ્યના આદિજાતિ, અન્ન નાગરિક અને ગ્રાહકોની સુરક્ષા બાબતના મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું. આ વેળાએ રાજ્યના પાણી પુરવઠા, કલ્પસર, મત્સ્યોદ્યોગ અને નર્મદા જળ સંપત્તિ વિભાગના મંત્રી જીતુ ચૌધરી, ધરમપુર અને વલસાડના ધારાસભ્ય સર્વ અરવિંદ પટેલ અને ભરત પટેલ, સંગઠનના પ્રમુખ હેમંત કંસારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News