વલસાડ : પારડી તાલુકામાં મહા અભિયાન અંતર્ગત 4000થી વધુ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯થી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન ખૂબ જ સુંદર અને સુચારૂ રીતે ચાલી રહયું છે

Update: 2021-12-15 04:44 GMT

વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯થી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન ખૂબ જ સુંદર અને સુચારૂ રીતે ચાલી રહયું છે. જેમાં પારડી તાલુકાના ૧૮ વર્ષથી વધુ વયના બાકી રહેલા પ્રથમ ડોઝના બાકી લાભાર્થીઓ તેમજ જેમનો બીજા ડોઝનો સમય પૂર્ણ થયો હોવા છતાં કોરોનાની રસીથી વંચિત રહયા હોય તેમના માટે તા. ૧૪/૧૨/૨૦૨૧ના રોજ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્‍ય તંત્ર દ્વારા કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ પારડી અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન ને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્‍યો છે.

વલસાડ જિલ્લામાં કુલ ૧૧,૧૦૫ વ્‍યક્‍તિઓએ રસીકરણનો લાભ લીધો હતો. જે પૈકી પારડી તાલુકામાં ૮૨ સેશન સાઇટો ઉપર ૨૦૨ લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા ૩,૮૦૧ વ્‍યકિતઓને બીજો ડોઝ મળી કુલ ૪,૦૦૩ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું હતું. આ મહા અભિયાનને સફળ બનાવવામાં પ્રાથમિક શિક્ષણ, આઇ.સી.ડી.એસ., પંચાયત તેમજ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનો અમૂલ્‍ય સહયોગ પ્રાપ્‍ત થયો છે. પારડી તાલુકામાં ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં હોય તેમાં નોકરી કરતા કર્મચારીઓ, નોકરી-ધંધા અર્થે આવેલા પરપ્રાંતિયો તેમજ સ્‍થાનિક લોકોએ કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેગા ડ્રાઇવને સફળ બનાવવા માટે મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ઉમરસાડી ખાતે રૂબરૂ મુલાકાત કરી મેડીકલ ઓફિસર, સીવીસી તેમજ કોવિડ-૧૯ રસીકરણ માટે આવેલા લાભાર્થીઓને પ્રોત્‍સાહન તેમજ જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. વલસાડ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ૨સીકરણ કામગીરીમાં વધારો જોવા મળી રહયો છે. વધુમાં વધુ પાત્રતા ધરાવતાં વ્‍યક્‍તિઓને રસીક૨ણનો લાભ આપી કોરોના વાઇ૨સનાં સંક્રમણથી બચાવવા કોવિડ – ૧૯ રસીકરણનો પ્રચાર પ્રસાર, ગૃહ મુલાકાત થકી લોકોમાં રસીકરણ પ્રત્‍યે જનજાગૃતિ કેળવી કામગીરી વધા૨વા માટેના તમામ પ્રયત્‍નો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી દ્વારા જણાવાયું છે.

Tags:    

Similar News