વલસાડ : બીલપુડીના સોનારૂપા ધોધ નજીક પ્રગતિ મહિલા મંડળ-પ્રકૃતિ સંરક્ષણ ટ્રસ્‍ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે આવેલા સોનારૂપા ધોધ પાસે માવલી માતા મંદિરના પટાંગણમાં પ્રગતિ મહિલા મંડળ-બીલપુડી અને પ્રકૃતિ સંરક્ષણ ટ્રસ્‍ટ સેલવાસના સંયુક્‍ત ઉપક્રમે વૃક્ષારોપણ કરવા ઉપરાંત સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.

Update: 2021-08-18 04:56 GMT

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે આવેલા સોનારૂપા ધોધ પાસે માવલી માતા મંદિરના પટાંગણમાં પ્રગતિ મહિલા મંડળ-બીલપુડી અને પ્રકૃતિ સંરક્ષણ ટ્રસ્‍ટ સેલવાસના સંયુક્‍ત ઉપક્રમે વૃક્ષારોપણ કરવા ઉપરાંત સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પ્રકૃતિ સંરક્ષણ ટ્રસ્‍ટના પ્રમુખ રસિલા વૈજલ તેમજ પ્રગતિ મહિલા મંડળ પ્રમુખ વનીતા ગાંવિતના માર્ગદર્શન હેઠળ બીલપુડીના યુવાઓ અને ગ્રામ્‍ય વિકાસ ગ્રુપના સભ્‍યોએ ઉત્‍સાહભેર ભાગ લઈ મોટી સંખ્‍યામાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું. તો સાથેજ મંદિર પરિસરમાં સાફ-સફાઈ પણ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત સૌએ સ્‍વાસ્‍થ્‍ય સારું રહે તે માટે ઘર અને ગામમાં સ્‍વચ્‍છતા જાળવણીની જાગૃતિ કેળવવા જ્‍યારે પ્રકૃતિનું રક્ષણ કરવા ઘરની આસપાસ ખુલ્લી જગ્‍યામાં વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવાનો સંકલ્‍પ લીધો હતો

Tags:    

Similar News