વલસાડ : રોહિણા આશ્રમશાળાના ભોજનાલયનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું…

પારડી ખેડ સત્‍યાગ્રહના પ્રણેતા ઇશ્વર દેસાઇ, માજી કેન્‍દ્રિય મંત્રી ઉત્તમ પટેલ અને પારડીના માજી ધારાસભ્‍ય રમણ પટેલે આદિવાસી વિસ્‍તારમાં શિક્ષણનો દીપ પ્રગટાવવા વર્ષ ૧૯૬૭માં આ ટ્રસ્‍ટની સ્‍થાપના કરી હતી

Update: 2022-05-09 03:41 GMT

વલસાડ જિલ્લાના પારડી તાલુકાની પછાત વર્ગ સેવા સંઘ વાપી સંચાલિત રોહિણા આશ્રમશાળા ખાતે રૂા. ૨૮ લાખના ખર્ચે તૈયાર થયેલા ભોજનાલયનું આજે રાજયના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુ ચૌધરીએ વલસાડના સાંસદશ્રી ર્ડા. કે.સી.પટેલ, હેમા ડાયકેમ પરિવાર મુંબઇ, ટ્રસ્‍ટના પ્રમુખ નટુ પટેલ, આચાર્ય સતીષ પટેલ, લાયન્‍સ કલબ વાપીની ઉપસ્‍થિતિમાં આશ્રમશાળાના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકયું હતું.

પારડી ખેડ સત્‍યાગ્રહના પ્રણેતા ઇશ્વર દેસાઇ, માજી કેન્‍દ્રિય મંત્રી ઉત્તમ પટેલ અને પારડીના માજી ધારાસભ્‍ય રમણ પટેલે આદિવાસી વિસ્‍તારમાં શિક્ષણનો દીપ પ્રગટાવવા વર્ષ ૧૯૬૭માં આ ટ્રસ્‍ટની સ્‍થાપના કરી હતી. એમ મંત્રીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું. આજે આ ટ્રસ્‍ટ તેમની સેવાકીય કાર્યો અને પ્રવૃત્તિઓથી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. જેમાં આ ટ્રસ્‍ટના તમામ ટ્રસ્‍ટીઓ અને દાતાઓની સેવાનો વિશેષ ફાળો રહેલો છે. હેમા ડાયકેમ પરિવાર મુંબઇના મોભી અનિલભાઇ મર્ચન્‍ટ દ્વારા આ ટ્રસ્‍ટ માટે સેવાકીય કાર્યોની શરૂઆત કરેલી હતી તેના પગલે ચાલીને તેમના પુત્રો નિશિથઅને શશાંકે પણ રોહિણા આશ્રમશાળાના છોકરાઓ અને છોકરીઓના હોસ્‍ટેલના મકાન માટે દાન આપ્‍યું હતું. તેજ રીતે તેઓએ આ ભોજનાલય માટે રૂા. ૨૫ લાખનું માતબર દાન આપીને આશ્રમશાળાના વિદ્યાથીઓ માટે સુંદર કાર્ય કરી રહ્યા છે. આ ટ્રસ્‍ટના કરાયા, કુંભારીયા, ખેરલાવ,પારડી અને ડુમલાવના માજી પ્રમુખ રામ પટેલ, મોહન પટેલ, ર્ડા. ગુલાબ પટેલ અને બાબુ પટેલે ટ્રસ્‍ટના વિકાસ માટે કરેલા સેવાકીય કાર્યોના સંસ્‍મરણોની યાદો આ અવસરે મંત્રીશ્રીએ તાજી કરી હતી.

Tags:    

Similar News