વલસાડ : નોકરીમાંથી છુટા ન કરવામાં આવે તેવી માંગ સાથે TRB જવાનોએ રેલી યોજી તંત્રને આવેદન આપ્યું...

જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક અને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નોકરીમાંથી છુટા ન કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Update: 2023-11-22 10:49 GMT

વલસાડ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક અને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નોકરીમાંથી છુટા ન કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ગુજરાત ડીજીપી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રના આધારે છેલ્લા 10, 5 અને 3 વર્ષથી ટીઆરબીમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોને છુટા કરવાના પરિપત્રને લઈને ટીઆરબી જવાનોમાં રોષની લાગણી જોવા મળી હતી. વલસાડ જિલ્લાના તમામ ટીઆરબી જવાનો દ્વારા વલસાડ પોલીસ અધિક્ષક કચેરી ખાતે ભેગા મળી એસપી કરણરાજ વાઘેલાને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ સાથે જ જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક કલેકટર અનસૂયા જહાંને પણ આવેદન પત્ર આપી ટીઆરબી જવાનોને નોકરીમાંથી છુટા ન કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ટીઆરબી જવાને જણાવ્યુ હતું કે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ટીઆરબી તરીકે નોકરી કરી રહ્યા હોય, હાલ તેમની ઉંમર પણ વધી ગઈ હોય, અને ઘર માત્ર તેમની જ કમાણી પર નિર્ભર હોય, જેને લઈને ડીજીપી દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રને રદ કરવામાં આવે અને ટીઆરબી જવાનોને નોકરી પરથી હટાવવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સાથે જ તેમના પગાર ભથ્થામાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Tags:    

Similar News