આપનો માસ્ટર સ્ટ્રોક, આજે ઉમેદવારોની પ્રથમ યાદી કરશે જાહેર...

ચૂંટણીને હજી વાર છે ત્યારે આજે AAP વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરે તેવી સંભાવના છે.

Update: 2022-08-02 07:08 GMT

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હજી 6 મહિનાની વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી સક્રિય થઈ રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાત આવીને નાગરિકોને મત આપવા રીઝવી રહ્યાં છે. ત્યાં બીજી તરફ આપ પાર્ટી આજે મોટો ધડાકો કરવા જઈ રહી છે. ચૂંટણીને હજી વાર છે ત્યારે આજે AAP વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી આજે સાંજના જાહેર કરે તેવી સંભાવના છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022નું બ્યુગલ ફૂંકી દીધું છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, AAP આજે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરશે. વિધાનસભા ચૂંટણી પહેલા AAPએ ઉમેદવારોનું લિસ્ટ બનાવી દીધું છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રથમ યાદી જાહેર થાય તેવી શક્યતા છે. કેજરીવાલની મુલાકાત બાદ AAPએ આ યાદી તૈયાર કરી છે. ત્યારે આમ આદમી પાર્ટી ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરીને શું કરવા માંગે છે. આપની આ સ્ટ્રેટેજીના ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને ઝટકો લાગી શકે છે. સાથે જ બંનેની ચૂંટણી રણનીતિ પર પણ મોટી અસર પડી રહી છે. આપ પાર્ટી હાલ ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. તે એક પણ મોકો છોડવા માંગતી નથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપ આક્રમક બની છે.

Tags:    

Similar News