અંકલેશ્વરમાં એચ.એમ.પી ફાઉન્ડેશનનાં નેજા હેઠળ ચાલતા વોકેશનલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ  વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બન્યુ.

Update: 2016-03-10 12:34 GMT

અંકલેશ્વરમાં ખરોડ ગામ ખાતે વર્ષ ૨૦૦૯ થી કાર્યરત થયેલી રાજયસભાના સાંસદ અહેમદ પટેલના માતૃશ્રીની સ્મૃતિમાં સેવાકીય પ્રવૃત્તિ કરતુ એચ.એમ.પી ફાઉન્ડેશનના નેજા હેઠળ ચાલતા વોકેશનલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ તાલીમાર્થીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યુ છે.

ખરોડ ગામ ખાતે કાર્યરત વોકેશનલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓને વિવિધ ઉદ્યોગોમાં રોજગારીની તકો મળી છે જેમાં અંકલેશ્વરની વોખાર્ડ ફાર્મા, ઝંડુ ફાર્માસ્યુટિકલ, રિધ્ધી ફાર્મા, બેકટોકેમ, પાનોલીની સન ફાર્મા અને કેમીનોવા, પીયુષ ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાક્ટર જેવી વિવિધ કંપનીઓમાં રોજગારીની તક મળી છે.

આ અંગે રાજયસભાના સાંસદ અહેમદ પટેલનાં પુત્ર અને એચએમપી ફાઉન્ડેશનનાં એડવાઇઝરી કમિટીનાં ચેરમેન ફૈઝલ પટેલે જણાવ્યુ હતુ કે અમે સ્થાનિક યુવાનોને રોજગારી માટે સક્ષમ અને કાર્યક્ષમ બનાવવાનું જે લક્ષ્ય હાથ ધર્યુ છે. આ એની પ્રથમ સફળતા છે. અને આ સ્વપ્ન સાકાર થઈને જ રહેશે. ભરૂચ જીલ્લા અને આસપાસનાં વિસ્તારનાં ૫૦૦૦ યુવાનોને આગામી થોડા સમયમાં તાલીમ આપીને રોજગારી આપવા સંસ્થા કટીબધ્ધ હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે આ સંસ્થા સ્થાનિક યુવાનોને રોજગારી માટે ઉચ્ચતર તાલીમ આપતી સંસ્થા બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. વોકેશનલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટમાં છેલ્લા બે વર્ષમાં ૨૦૦ થી વધુ યુવાનોએ રોજગારલક્ષી તાલીમ મેળવવામાં સફળ રહેતા તેઓએ આનંદની લાગણી વ્યકત કરી હતી.

ઉલ્લેખનીય છે કે એચ.એમ.પી ફાઉન્ડેશન આદિવાસી સમાજમાં વિના મુલ્યે આરોગ્ય સુવિધા તેમજ ગુણવત્તા સભર શિક્ષણ આપતી સ્વનિર્ભર સંસ્થા છે અને માત્ર ૪ વર્ષમાં ભરૂચ જિલ્લામાં અનેક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ફૈઝલ પટેલના માર્ગ દર્શન હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી છે. મેડીકલ કેમ્પ, કેરીયર કાઉન્સીલીંગ, મેડીકલ મોબાઇલવાન, એમ્બ્યુલન્સ સેવા, કોમ્પયુટર એજ્યુકેશન વગેરે સેવાઓ પુરી પાડવામાં આવે છે.

Tags:    

Similar News