કદમ અસ્થિર હોય જેના તેને રસ્તો નથી જડતો અને અડગમનનાં મુસાફીરને હિમાલય પણ નથી નડતો

Update: 2016-03-18 02:30 GMT

પીરૂ કાકા યુવાનોને હંફાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. સાંઈઠી વટાવી ચૂકેલા કાકા ૧૧મી વખત અમરનાથ દાદાનાં દર્શને જવા ની તૈયારીઓ કરી રહ્યા છે.

ભરૂચ શહેરનાં ગોકુલ નગરમાં રહેતા અને બચત પર ઓટો રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પીરૂ ભાઈ બુધિયાભાઈ મિસ્ત્રી કાકાનાં હુલામણા નામથી પણ ઓળખાય છે. પહેલેથીજ દેવો કે દેવ મહાદેવમાં અતુટ શ્રધ્ધા ધરાવતા પૂરૂ કાકા વર્ષ ૨૦૦૫ થી અત્યાર સુધી ૧૦ વખત કષ્ટદાયી અને કઠણ અમરનાથની યાત્રા કરી ચુકયા છે, હવે ભરૂચથી ટ્રેન મારફતે જમ્મુ પહોંચી ત્યાંથી અમરનાથ જઈને ચંદનવાડીથી પગપાળા યાત્રા થકી બરફાની બાબાનાં દર્શન કરી ધન્યતા અનુભવશે. ૧૧મી વખત અમરનાથ યાત્રા સર કરવા માટેની જરૂરી કાયદાકીય પ્રક્રિયા પણ પીરૂ કાકાએ શરૂ કરી દીધી છે.

સામાન્ય રીતે અમરનાથ યાત્રાની વાત આવે ત્યારે યુવાનો પણ મોં ફેરવી લેતા હોય છે અને એ તો ખુબજ અઘરી યાત્રા છે તેમજ આતંકવાદ નું જોખમ પણ તેમાં રહેલુ હોવાનું કહી વાત જ ટાળી દેતા હોય છે ત્યારે પીરૂ કાકાએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેઓ નાનપણથીજ રમતગમત ક્ષેત્રે રૂચી ધરાવે છે અને આ પાકટ ઉંમરે પણ મેરેથોન દોડમાં એવોર્ડ મેળવ્યા છે. વધુમાં નડિયાદ તથા કર્ણાટક ખાતે નેશનલ મેરેથોનમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગોલ્ડ મેડલ સહિતનાં ઈનામો પ્રાપ્ત કર્યા છે. માત્ર દોડજ નહિં ઝડપી ચાલ અને તરણ સ્પર્ધામાં પણ તેઓ યુવાનોને હંફાવી નાખે તેવો ગજબનો આત્મવિશ્વાસ અને શક્તિ ધરાવે છે. જેની પાછળ પણ ભોળાનાથનાં જ આશીર્વાદ હોવાનું શ્રધ્ધા પૂર્વક તેઓ કહે છે.

પીરૂ કાકા વ્યસનનાં ખપ્પરમાં હોમાયને ભર જુવાનીમાં ઘડપણ જેવું જીવન જીવવા કરતા વ્યસન ત્યજી યુવાનો સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે તેવા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

Tags:    

Similar News