કેળામાંથી શોધાઇ છે એઇડ્સ , હેપેટાઇટિસ-સી અને ફલુના વાઇરસનો ખાતમો બોલાવે એવી દવા બેનલેક

Update: 2016-02-22 08:26 GMT

સસ્‍તું અને ગરીબોનું ફળ ગણાતું કેળું મેડિકલ જગતમાં જટિલ ગણાતા વાઇરસનો ખાતમો બોલાવી શકે એવું પ્રોટીન ધરાવે છે. એવું રિસર્ચરોએ શોધી કાઢયું છે કે એમાંથી બનાના લેક્‍ટિન નામનું પ્રોટીન મળી આવ્‍યું છે જેને બેનલેક કહેવાય છે. આ પ્રોટીન પ્રાણઘાતક વાઇરસની સપાટી પર શુગરના કણ ચોંટાડી દે છે. એક વાર વાઇરસ પર આ બેનલેકનું આવરણ ચડી જાય એટલે વાઇરસ લોક થઇ જાય છે અને બીજાને ચેપ લગાડવા કે શરીરમાં નુકસાન કરવા સક્ષમ રહેતો નથી. બેનલેક નામની આ નવી દવા એઇડ્‍સ હેપેટાઇટિસ-સી અને ઇન્‍ફલુએન્‍ઝાના વાઇરસ પર અસરકાર છે. સાયન્‍ટિસ્‍ટોનું તો માનવું છે કે આ ડ્રગ એબોલા જેવા ડેડલી વાઇરસને પણ ખતમ કરી શકે છે. આ બધું વાંચીને તરત જ જથ્‍થાબંધ કેળાં ખાવા લાગી જવાનું મન થાય એ સ્‍વાભાવિક છે. પણ એવું કરાય એમ નથી. સંશોધકોએ કેળાંમાંથી મળી આવતા લેક્‍ટિનને સહેજ મોડિફાય કરીને પછી ડ્રગ બનાવી છે. જોકે સીધા કેળાં ખાવાથી ફલુ કે વાઇરસને ખતમ કરવામાં કોઇ જ ફાયદો નથી થવાનો તેમ પણ કહેવાય રહયુ છે.

 

Similar News