૧૨ માર્ચ “નો સ્મોકિંગ ડે”,સિગરેટનાં કશની કશ્મકશ.

Update: 2016-03-12 10:07 GMT

વ્યસનથી અમુલ્ય જીવનને બરબાદ કરતા પહેલા જાગૃત બનો.

૧૨મી માર્ચની સવાર થઈ અને વોટ્સઅપ,ફેસબુક સોશ્યલ માધ્યમો પર “નો સ્મોકિંગ ડે”નાં મેસેજીસ શરૂ થઈ ગયા.જેમાં એવા પણ સલાહકારો હતા કે જે આ બલાને પહેલેથીજ ગળે લગાવીને ફરે છે.

“મેં હર ફિક્ર કો ધુવેમે મેં ઉડાતા ચલા ગયા” દેવાનંદ અભિનીત આ ફિલ્મી ગીત છે, જે ફિલ્મ અને હિરોનાં પ્રસંશકો માટે હશે,પરંતુ રિયલ લાઈફમાં સુખ અને દુ:ખમાં પણ વ્યસનથી જ મોજ પડે એ થીયરી સમજવી જરા અઘરી છે.દેવાનંદને કદાચ આ ગીત પર અભિનય કરતા જોઈને સિગરેટ ન પીનારાઓએ પણ તેની લત લગાડી હશે,પરંતુ વિશ્વમાં એવા પણ પ્રેરણામૂર્તિ છે જેઓનાં જીવન સફર વિશે જાણીને વ્યસનથી બરબાદ થતા જીવનને પુન:એકવાર તંદુરસ્ત બનાવી શકાય.

એવા જ એક સાધુ સંત નહિં કે યુવાનોને ઉંધા રસ્તે ચઢાવે તેવા ફિલ્મી હિરો પણ નહિં પરંતુ જેના વિશે જાણીને નવાય લાગે અને વ્યાસન ત્યજવાની જીજ્ઞાશા જાગે,૧૯૬૮માં કેનેડામાં જન્મેલ રે ઝહબ માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં જ સિગરેટના કશ ખેંચતો થઈ ગયો હતો અને સમય વિતતા તે રોજ ૨૦ સિગરેટ પીનાખતો અંદાજીત ૨૦-૨૫ વર્ષની સતત સિગરેટનાં કશની કશ્મકશ માં ફસાયેલો રે ઝહબ તેનાં પરિવારજનોથી પણ વિખૂટો રહેતો હતો અને સિગરેટનાં ધુમાડાઓએ તેનાં ફેફસા ખોખલા કરી નાખ્યા હતા અને તેની શારિરીક ક્ષમતાઓ પણ નષ્ટ થવા લાગી હતી, જો કે આટલી બત્તર જીંદગીમાં પણ તેનો નાનોભાઈ તેનો આદર્શ હતો.

તા- ૫મી જુલાઈ ૨૦૦૬નો દિવસ રે ઝહબની જીંદગીમાં ટર્નિંગ પોઈન્ટ લાવ્યો અને તેને ૧લી નવેમ્બર ૨૦૦૬ના રોજ યોજાનાર “સહારા ડેઝર્ટ બાયફૂટ”નામનાં ઇવેન્ટ યોજવાનો હતો, તેની જાહેરાત જોઈ અને બસ તેમાં ભાગ લેવોનો દ્રઢતા પૂર્વકનો સંકલ્પ કરી તેનાં નાનાભાઈને આ અંગેની વાત કરી,પ્રથમતો તેનાં નાનાભાઈને આ અંગેની વાત સાંભળીને હળવુ સ્મિત કર્યુ અને કહ્યુ કે તારૂ શરીર તો સાવ ખલાસ થઈ ગયુ છે તુ કેવી રીતે આ ચેલેન્જ પાર કરીશ,પણ રે ઝહબ ની મક્કમતા પૂર્વક પોતાનાં શુષ્ક અને કમજોર બનતા શરીરની સમતુલા તંદુરસ્ત કરવાની શરૂઆત કરી.

સ્મોકિંગ છોડવા અંગેનાં પુસ્તકો,વ્યસન મુક્તિના કાર્યક્રમો તેમજ નિષ્ણાંત તબીબોની સલાહથી તેને ધીમે ધીમે સિગરેટ ઓછી કરી અને હળવી કસરતો,પૌષ્ટીક ખોરાક લેવાની શરૂઆત બાદ માત્ર બે જ મહિનામાં ચકારાત્મક રીતે સિગરેટ છોડી દીધી,એટલું જ નહીં રોજના ૭૦ કિ.મી દોડતા ૭૫૦૦ કિમીની “સહારા ડેઝર્ટ બાયફૂટ” સ્પર્ધા પણ પાર કરી તે વિશ્વનાં લોકો માટે પ્રેરણા મૂર્તિ કહો કે જીવનદાતા બની ગયો.

વ્યસનના બંધાણીઓ કહેતા હોય છે કે આદત પડી હોવાથી હવે તે છોડવું શક્ય નથી.પરંતુ જો મન મજબુત કરીને દ્રઢ નિશ્ચય કરવામાં આવે તો કંઈજ અશકય નથી,જે જીવતો જાગતો દાખલો રે ઝહબ છે.અગાઉ રે ઝહબ વિશે મેગેઝીન,વર્તમાન પત્રો સહિતમાં લેખ પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે તેમ છતાં નો સ્મોકિંગ ડેનાં દિવસે કનેકટ ગુજરાત દ્વારા ટૂંકી માહિતી રે ઝહબની વાંચકોને આપી જીવનની ગતિને વ્યસનથી બ્રેક મારતી બલા દૂર થાય તેવી શુભેચ્છા સાથે પ્રસિદ્ધ કરી રહ્યા છે.

 

ભરૂચ ધારાસભ્ય,દુષ્યંત પટેલ-યુવા રત્નો કે જે વ્યસનની આડઅસર વિષે તો જાણતાજ હોય છે.પરંતુ તેમ છતાં તેની ખોટી ધારણાઓ,તણાવથી વ્યસન જ દુર રાખી શકે તેવી માન્યતાઓ ઘર કરી જાય છે.અને વ્યસનનાં બંધાણી બની જાય છે.ત્યારે નો સ્મોકિંગ ડે નિમિતે વ્યસનને ત્યજી યુવાનો,વ્યસન ના બંધાણીઓ સ્વસ્થ અને તદુરસ્ત બને તેવી શુભેછા તેવોએ પાઠવી છે.

 

સંત કથાકાર શ્રી વિશુધ્ધજી મહારાજ-ધુમ્રપાન એ આદિ અનાદી કાળથી વ્રજ્ય ગણાયેલ છે.વ્યસન કરનાર નુકશાનીને પામે છે,બાળપણ,યુવાન કે પછી વૃદ્ધાવસ્થા માં વ્યસનનું વળગણ ન થાય તે સારું છે.પરંતુ જો તેના બંધણી થઇ જવાય તો પ્રયત્નોથી તેને જરૂર છોડી શકાય છે.કારણકે અશક્ય કંઈજ નથી.

 

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ અધિકારી અંકલેશ્વર,એ.વી.શાહ-ધુમ્રપાન એ એક્ટીવ અને પેશીવ બંને ને નુકશાન પહોંચાડે છે.દરેક વ્યક્તિઓએ તંદુરસ્તીની જાળવણી કરવી હોય તો ધુમ્રપાન થી દુર રહેવું જોઈએ,સરકાર દ્વારા જાહેર જગ્યાઓ પર ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.અને એનું ચુસ્ત પાલન સૌ નાગરિકોએ કરવું જોઈએ.

 

દિલ્હી એરપોર્ટ બહાર ધુમ્રપાન નિષેધ હોવાનું બોર્ડ લાગ્યું હતું જે સુચના બોર્ડ ની નીચે જ એક વિદેશી સિગરેટ ના કશ લગાવતો હતો જેને એક ભારતીય એ રોકતા તેને ગુસ્સા માં સિગરેટ ફેંકી દીધી,આ ઘટના અમારાજ એક મિત્ર સાથે બની હતી અને તેનું કહેવું છેકે આપડે જેમ વિદેશ માં જઈને ત્યાના કાયદા નિયમોનું ચુસ્ત પણે પાલન કરીએ છે ત્યારે ભારતમાં લોકો કાયદાની વિરુદ્ધ માં રહેતા હોવાથી વિદેશી પણ આપણા દેશમાં આવીને આપણા જેવા બની જાય છે.તેથી દરેક નાગરિક નીતિ નિયમોનું ચુસ્ત પણે પાલન કરે તે પણ ખુબજ જરૂરી છે.

Similar News