વિદ્યા ક્ષેત્રમાં ફરી ભારત બની શકે છે વિશ્વગુરૂ

Update: 2019-05-30 06:52 GMT

ભારત પાસે વિદ્યાનો અખૂટ ભંડાર છે. ત્યારે આમદવાદની એચ.એ કોલેજના પ્રિન્સિપાલને વિદેશમાં લેક્ચર આપવા માટે આમંત્રીત કરવામાં આવ્યા હતા. સાથે સાથે કોલેજ સાથે પણ એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. જેના થકી કોલેજના કેટલાય વિદ્યાર્થીઓને બહાર ભણવાનું સપનું પણ વિના કોઈ ખર્ચે પૂર્ણ થશે.

ભારતને આમતો વિશ્વગુરૂ માનવમાં આવે છે. ત્યારે જો વાત કરવામાં આવે અમદાવાદની એચ.એ કોલેજની તો આ કોલેજના પ્રિન્સિપાલને અમેરિકા સ્થિત ન્યૂજર્સી કોલેજ ખાતે શૈક્ષણિક એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. ત્યારે ન્યૂજર્સી કોલેજ દ્વારા એક કોન્વોકેશન યોજવામાં આવ્યું હતું. તેમાં શહેરની એચ.એ કોલેજના પ્રિન્સિપાલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રિન્સિપાલ દ્વારા લેકચર આપવામાં આવ્યું હતું અને જો ખાસ વાત કરવામાં આવે તો આજ કોલેજમાં ભણી ગયેલ વિદ્યાર્થી ચિરાગ દ્વારા દર વર્ષે પાંચ વિદ્યાર્થીઓને ન્યૂજર્સીમાં એમ.બી.એ કરવા માટે મોકલવામાં આવે છે. ત્યારે પાંચ વિદ્યાર્થીઓને ભણવાનો તમામ ખર્ચ પણ કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવે છે.

Similar News