ડાયાબિટીસથી છુટકારો અપાવશે રસોડાની જ આ ત્રણ વસ્તુ, જાણો બ્લડ સુગર કાબુમાં કરવા શું કરવું?

ઘરના રસોડામાં કેટલાક એવા મસાલાઓ હોય છે જે એંટી ઓક્સિડંટ્સ અને એંટી બાયોટીકથી ભરપૂર હોય છે

Update: 2023-04-21 11:03 GMT

ડાયાબિટિસના દર્દીઓએ તેમના બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવાની ખાસ જરૂર હોય છે. આ એક એવી સ્વાસ્થ્ય સંબધી સમસ્યા છે જેમાં ખોરાક પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જો ખોરાક યોગ્ય અને સંતુલિત હોય તો બ્લડ સુગરને કંટ્રોલમાં રાખી શકાય છે. જ્યારે ખોરાકમાં ગળબળ થવાથી બ્લડ સુગરમાં વધારો થાય છે. જેના કારણે સ્વાસ્થ્ય બગાડતાં વધુ વાર નથી લાગતી. આવી સ્થિતિમાં ઘરના રસોડામાં કેટલાક એવા મસાલાઓ હોય છે જે એંટી ઓક્સિડંટ્સ અને એંટી બાયોટીકથી ભરપૂર હોય છે. જે ડાયાબિટીસમા બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

1. હળદર:-

ઔષધિય ગુણોથી ભરપૂર હળદરનું સેવન ડાયાબિટીસમાં બ્લડ સુગરને કંટ્રોલ રાખવામા મદદ કરે છે. હળદર એંટી ઇન્ફલેમેંટરી અને એંટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેમાં એવા ગુનો રહેલા હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. હળદરમાં રહેલ કર્ક્યુમીન બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અને લોહીમાં હાજર ગ્લુકોઝ ને ઘટાડવામાં કારગત નિવળે છે. હળદરનું સેવન કરવા માટેતેને દૂધમાં ઉમેરીને પી શકાય. આ સિવાય હળદરનું પાણી પીવાથી પણ બ્લડ સુગર કંટ્રોલમાં આવે છે.

2. લસણ:-

લસણનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે નેચરલ ઇન્સ્યુલીન જેવુ કામ કરે છે. તે બ્લડ સુગર ઘટાડવામાં મદદ કરે છે. રોજિંદા ભોજનમાં પણ લસણનો ઉપયોગ કરવાથી ફ્લૂ અને શરદી જેવા અનેક રોગો સામે રક્ષણ મળી શકે છે. લસણ ને શાક, સલાડ, ટોસ્ટ, ગાર્લિક બ્રેડ અને સુપમાં ઉમેરીને ખાય શકો છે.

3. લવિંગ:-

એંટીસેપ્ટિક ગુણો સાથે લવિંગ બ્લડ સુગર ઘટાડવામાં ખૂબ જ અસરકારક નિવળે છે. આનાથી શરીરને એંટી ઇન્ફ્લેમેટરી ગુણો પણ મળે છે અને તે પાચનને સારું રાખવામા મદદ કરે છે. લવિંગ ઇન્સ્યુલીનનું ઉત્પાદન વધારે છે અને બ્લડસુગર લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ ફક્ત 1 થી 2 લવિંગ ચાવી શકે છે અથવા તો વાનગીઓ ઉમેરીને પણ ખાય શકે છે. 

Tags:    

Similar News