કચ્છ : રાપરમાં તાલુકા કક્ષાનો જન આરોગ્ય મેળો યોજાયો, લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો

રક્તદાન, દાંતની તપાસ, આંખોની તપાસ, માતા અને બાળકના સ્વાસ્થ્યની તપાસ, વૃદ્ધજનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

Update: 2022-04-19 10:10 GMT

કચ્છ જિલ્લાના વડમથક રાપર ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા આયુષ્યમાન ભારત અંતર્ગત તાલુકા કક્ષાનો જન આરોગ્ય મેળો યોજાયો હતો. જેમાં રક્તદાન, દાંતની તપાસ, આંખોની તપાસ, માતા અને બાળકના સ્વાસ્થ્યની તપાસ, વૃદ્ધજનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

આરોગ્ય મેળા દરમ્યાન રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, કમલસિંહ સોઢા, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, નિલેશ માલી, શૈલેષ ચંદે, અજય ગૌસ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિતના આરોગ્ય કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરારદાન ગઢવી અને આભાર વિધિ રામજી પરમારે કરી હતી. આરોગ્ય મેળામાં ગામે ગામથી લોકો ઉમટી પડ્યા હતા, અને આરોગ્ય વિભાગની સેવાઓનો લાભ લીધો હતો.

Tags:    

Similar News