શિયાળામાં ઘૂંટણના દુખાવામાં દવા નહીં આ ઘરેલુ નુસખા આપશે રાહત, જાણો તેના ફાયદાઓ.....

શિયાળાની સિઝન આવતાની સાથે જ લોકો ઘૂંટણના દુખાવાથી પરેશાન થઈ જતાં હોય છે

Update: 2023-12-10 09:53 GMT

શિયાળાની સિઝન આવતા જ ઠંડીના કારણે લોકોને શરીરમાં અનેક ભાગોમાં દર્દ થયું હોય છે. આ સાથે જ તેઓ અન્ય બીમારીઓનો પણ સામનો કરી રહ્યા હોય છે. પરંતુ જ્યારે શિયાળામાં ઘૂંટણનું દર્દ વધે છે. ત્યારે તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ અઘરો થઈ જાય છે. અનેક લોકો આ માટે દવાનો સહારો લેતા હોય છે, પણ કઈ ફરક પડતો નથી. થોડા સમય પછી પાછો દુખાવો શરૂ થઈ જાય છે. જો આ સમયે એ સસ્તા અને ઘરેલુ ઉપાયો અજવામશો તો તમે મોટી રાહત મળશે. તો જાણો શું કરવાથી મળશે રાહત....

સરસવનું તેલ

શિયાળાની સિઝન આવતાની સાથે જ લોકો ઘૂંટણના દુખાવાથી પરેશાન થઈ જતાં હોય છે. આ માટે સરસવનું તેલ ગરમ કરો અને ઘૂંટણ પર મસાજ કરો આમ કરવાથી તમારું દર્દ છું મંતર થઈ જશે.

હળદર

એમ કહેવાય છે કે જો તમને ઘૂંટણનું દર્દ રહે છે. તો તમે હળદર લગાવો તેનાથી તમને વધુ રાહત મળશે.

કપૂરનું તેલ

કપૂરનું તેલ સાંધાના દર્દથી રાહત મેળવવામાં મદદરૂપ બને છે. કપૂરના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરીને લગાવવાથી ઘૂંટણના દર્દમાં રાહત મળે છે.

આદુનું સેવન

શિયાળામાં ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા માટે આદુનું સેવન કરવું જોઈએ. તમે તેને ચામાં, મસાલામાં કે પછી સૂંઠના પાવડરના રૂપમાં પણ લઈ શકો છો. તેનાથી દર્દ અને સોજા ઓછા થાય છે.

Tags:    

Similar News