ઘરમાં લગાવો આ 5 ઇન્ડોર પ્લાન્ટ, શુશોભન સાથે પ્રદૂષણથી બચવામાં મળશે રાહત

વૃક્ષો અને છોડ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતા પરંતુ વાતાવરણ શાંત અને ખૂસનુમા રાખવામા પણ મદદ કરે છે.

Update: 2023-06-04 09:52 GMT

વૃક્ષો અને છોડ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતા પરંતુ વાતાવરણ શાંત અને ખૂસનુમા રાખવામા પણ મદદ કરે છે. જેમ તમે જાણો છો કે વૃક્ષો અને છોડ હવાને શુધ્ધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓછી થઈ જાય છે. પરંતુ હવે આપની આસપાસના વૃક્ષો અને છોડ ઓછા થઈ ગયા છે. જેના કારણે પ્રદૂષણ ની સમસ્યા વધતી જાય છે. જો તમે ઈચ્છો તો તાજી હવા માટે તમે તમારા ઘરમાં છોડ ઉગાડી શકો છો. તો ચાલો જાણીએ એવા ક્યાં છોડ છે જે તમારા ઘરની સુંદરતા પણ વધારશે અને હવાને સ્વચ્છ રાખવામા પણ મદદ કરશે.

1. એલોવેરા : એલોવેરાનો છોડ ઘરની હવાને શુધ્ધ રાખવામા મદદ કરે છે. ઉપરાંત તે તમારા ઘરની સુંદરતા માં પણ વધારો કરે છે. આ સિવાય એલોવેરા સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે પણ એટલુજ ફાયદાકારક છે. આ છોડને રોપયા પછી વધારે પાણી ના આપવું. ભેજ જાળવવા માટે 3 થી 4 દિવસમાં એક વાર પાણી આપો.

2. મની પ્લાન્ટ : આ છોડ તમારા ઘરને સકારાત્મક ઊર્જાથી ભરી દેશે. આ છોડને રોપવાથી તમે તાજી હવામાં શ્વાસ લઈ શકો છો. આ પ્લાન્ટ પ્રદૂષણના સ્તરને ઘટાડવામાં મદદ કરશે. વાસણ સિવાય તમે તેને બોટલમાં પાણી ભરીને પણ લગાવી શકો છો.

3. સાપનો છોડ : આ છોડ હવાને શુધ્ધ કરે છે. આ છોડને તમે ઘરમાં ગમે ત્યાં લગાવી શકો છો. સ્નેક પ્લાન્ટને વધારે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી. પાણી પણ ઓછું માત્રામાં જ આપવામાં આવે છે.

4. તુલસીનો છોડ : તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો આવેલા છે. તે ઘણી દવાઓમાં પણ વપરાય છે. પૂજામાં પણ તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આ છોડને બાલ્કનીમાં રાખી શકો છો.

5. બોસ્ટર્ન ફર્ન : આ છોડ ઘરની અંદરની પ્રદુશિત હવાને દૂર કરે છે. આ છોડની ખૂબ કાળજી લેવાની જરૂર પડે છે. તેને પુષ્કળ પ્રમાણમા પાણી આપો જેથી છોડનો ભેજ જળવાય રહે.

Tags:    

Similar News