ઉનાળામાં દેધનાધન ગોલા ખાતા પહેલા આ વાંચી લેજો, આ લોકો તો દૂર જ રહેશે

તડકામાં ઊભા ઊભા કે ચાલતા ચાલતા ગોલા ખાવા એ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. આવું કરવાથી શરીરના તાપમાનમાં અચાનક જ ફેરફાર થાય છે.

Update: 2023-04-21 07:17 GMT

ઉનાળાની શરૂઆત થતાં જ લોકો રંગબેરંગી અને વિવિધ ટેસ્ટના આઈસ ગોલા ખાવા માટે દોડી જતાં હોય છે. અલગ અલગ ફ્લેવરના આઈસ ગોલા નાનાથી માંડીને મોટા સુધી સૌ કોઈને પસંદ આવે છે. ઉનાળાના સમયમાં ખાસ કરીને સ્કૂલની બહાર ગોલાની લારીઓ ઊભેલી જોવા મળે છે. પણ શું તમને ખબર છે કે આ આઈસ ગોલા આપના માટે કેટલા હાનિકારક છે. સ્વાદમાં સારા લગતા આ આઈસ ગોલા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક છે. બરફના ગોલામાં વપરાતા જે કલર, ફ્લેવર અને ખાંડ ખૂબ જ ખરાબ ગુણવત્તાના હોય છે કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારકરૂપ બની શકે છે.

આ સીવાય તડકામાં ઊભા ઊભા કે ચાલતા ચાલતા ગોલા ખાવા એ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. આવું કરવાથી શરીરના તાપમાનમાં અચાનક જ ફેરફાર થાય છે. એક રિપોર્ટ અનુસાર આઈસ ગોલા બનાવવા વપરાતો બરફ ખૂબ જ ગંદા પાણી માંથી બનાવવામાં આવે છે. જે હિપેટાઇટીસ A, કમળો,ફ્લૂ અને અનેક બીમારીઓ નું કારણ બની શકે છે. ઉનાળામાં લગભગ 100 જેટલા લોકો બીમાર પડે છે તેની પાછળનું મુખ્ય કારણ આઈસ ગોલા છે. આઈસ ગોલા સાથે ઘણા સ્વાસ્થ જોખમો સંકળાયેલા છે.

ત્યારે ફૂડ સેફ્ટી અને ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારી અશોક કુમાર શર્માનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષમાં આઈસ ગોલાની ગુણવત્તા ચકાસવા માટે કોઈ ટેસ્ટ કરવામાં આવતા નથી. તેમના જણાવ્યા અનુસાર કોઈપણ ખાદ્ય ચીજવસ્તુમાં ફૂડ કલર, સેકરીન અને પ્રિઝર્વેટિવ્સ ઉમેરવાની ચોક્કસ મર્યાદા અગાઉથી નક્કી છે અને તેનું ઉલ્લંઘન કરનાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ અંગે વિગતો આપતા તેઓ જણાવે છે કે, રસ્તાની બાજુમાં ઠેર ઠેર મળતા આ આઈસ ગોલાની પાણી, કલર અને ગુણવત્તા વગેરેની તપાસની કાર્યવાહી ટૂંક જ સમયમાં હાથ ધરવામાં આવશે.

Tags:    

Similar News