કેન્સર પીડિત દર્દીઓ માટે વરદાન રૂપ બની શકે છે તમારા કટિંગ થયેલા વાળ! જાણો આખરે શું હોય છે આ હેયર ડોનેશન

તમે તમારા જીવનમાં અલગ અલગ પ્રકારના દાન વિશે સાંભળ્યું હશે અને દાન કર્યું પણ હશે. શું તમે ક્યારેય હેયર ડોનેશન વિશે સાંભળ્યું છે?

Update: 2023-06-30 07:39 GMT

તમે તમારા જીવનમાં અલગ અલગ પ્રકારના દાન વિશે સાંભળ્યું હશે અને દાન કર્યું પણ હશે. શું તમે ક્યારેય હેયર ડોનેશન વિશે સાંભળ્યું છે? તમે કાપેલા વાળ પણ ડોનેટ કરી શકો છો. વાળ દાન કરીને કેન્સરના દર્દીઓની જિંદગી સારી બનાવી શકો છો. મુંબઈમાં મિક્કી અમોઘ ફાન્ડેશન અને ડીપ ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી મીરા રોડ પર આવેલ અલાહાબાદ બેન્ક પાસે આજે હેયર ડોનેશન ડ્રાઈવ છે. જ્યાં તમે ફ્રીમાં વાળ કપાવી શકો છો, પરંતુ તેની સામે તમારે વાળ ડોનેટ કરવાના રહેશે.

તમે આ કેમ્પ અન્ય હેયર ડોનેશનમાં વાળ ડોનેટ કરી શકો છો અને કેન્સરના દર્દીઓની જિંદગી સારી કરી શકો છો. ડોનેટ કરેલ હેયરથી કેન્સરના દર્દીઓ માટે ખાસ વિગ તૈયાર કરવામાં આવે છે. મોટાભાગના લોકોને ખબર હશે કે, કેન્સરના ઈલાજના કારણે કેન્સરગ્રસ્ત દર્દીઓના વાળ સંપૂર્ણપણે ખરી જાય છે અને તેમના લુક બાબતે ડિપ્રેસ થઈ જાય છે. કેન્સરના દર્દીઓને ડિપ્રેશનથી બચાવવા માટે અનેક લોકો હેયર ડોનેટ કરે છે. મોટાભાગની સંસ્થાઓ કેન્સરના દર્દીઓને મફતમાં વિગ આપે છે.

હેયર ડોનેશન કેવી રીતે કરી શકાય?

· આ નોબલ કોઝ માટે કેટલીક શરતો છે. જે લોકો હેયર ડોનેટ કરવા માંગે છે, તેમના વાળની લંબાઈ ઓછામાં ઓછી 10 ઈંચ હોવી જોઈએ.

· વાળ પર કેમિકલ ટ્રીટમેન્ટ કરેલી ના હોવી જોઈએ અને બ્લીચ કરેલું ના હોવું જોઈએ.

· સફેદ વાળ વધુ હોય તો હેયર ડોનેટ ના થઈ શકે.

· કોઈ સંસ્થાને કુરિઅરની મદદથી વાળ મોકલવા માંગો છો, તો વાળ એયર ટાઈટ પોલિથીનમાં પેક કરીને જ મોકલવા. વાળ ધારદાર કાતરથી કટ કરેલા હોવા જોઈએ. ખરી ગયેલ વાળ અથવા વાળનો ગુચ્છો ડોનેટ ના કરી શકાય.

Tags:    

Similar News